દાંતામાં હથિયારો સાથે 4 યુવકોએ ગાડી રોકાવી કરી 9 લાખની લુંટ

Share

ખેડબ્રહ્માના કરિયાણાના મહેતાજી અંબાજી કોટેશ્વર સહિતના વિસ્તારોમાં ઉઘરાણી પતાવીને શુક્રવારે ખેડબ્રહ્મા પરત જતા હડાદથી બે કિલોમીટર આગળ જ લોખંડના સળીયા લઈને રોડ પર ઉભેલા ચાર અજાણ્યા શખ્સોએ કારને રોકવી ડ્રાઈવરને ગાડીમાંથી બહાર ખેંચી 9 લાખ રૂપિયા ભરેલો થેલો લૂંટી ડુંગરમાં નાસી ગયા હતા. ઘટનાથી ગભરાયેલા મહેતાજીએ વેપારીને જાણ કરતાં તેઓ બધા જ આવ્યા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ડોગ સ્કોડ સહિતની ટીમને કામે લગાડી આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

 

[google_ad]

ખેડબ્રહ્મામાં સરદાર ચોક ખાતે મહેતા રજનીકાંત અમરતલાલ નામની દુકાનમાં છેલ્લા સાત વર્ષથી મહેતાજી તરીકે નોકરી કરતા અને ખેડબ્રહ્મા રહેતા 55 વર્ષના દીપક કોઠારી(જૈન) તેલ, ધી, ખાંડના વેપાર અર્થે દર શુક્રવારે હડાદ, અંબાજી, વડાલી ઓર્ડર લેવા અને પૈસાની ઉધરાણી કરવા શુક્રવારે વેગનઆર કાર નંબર.GJ-01. KX 9679 ઉપર ડ્રાઈવર ઇન્દ્રસીંહ રણજીતસીંહ ચૌહાણ (રહે.બ્રહ્માજી ચોક ખાડીયા ચાર રસ્તા ખેડબ્રહ્મા) ઉઘરાણીએ આવ્યા હતા.

[google_ad]

દરમિયાન હડાદ, કોટેશ્વર,કુભારીયા, અંબાજીથી ઉઘરાણી પતાવી સાંજે સાડા પાંચ વાગે પરત ખેડબ્રહ્મા જતા હડાદથી બે કિમી આગળ જતાં રોડ ઉપર ચાર અજાણ્યા માણસો હાથમાં લોખંડના સળીયા લઇ ઉભેલ હતા જેથી ડ્રાયવરે કાર ઉભી રાખતાં ચાર અજાણ્યા યુવકો પૈકી બે જણાએ કારની આગળ ઉભા રહી ગયા અને બીજા આજુ બાજુ લોખંડના સળીયા બતાવી ડ્રાઈવર ઇન્દ્રસીંહને “જે હોય તે આપી દો તેમ કહી ડ્રાઈવર ઇન્દ્રસીંહને ખેંચીને કારની નીચે ઉતારી દેતા મહેતાજીએ 9 લાખ રૂપીયા ભરેલો થેલો આગળની શીટ ઉપર ખાલી સાઇડે ફેકી દેતા દરવાજા પાસે ઉભેલો યુવક થેલોની લૂંટ કરી તમામ 4 યુવકો રોડ ક્રોસ કરી સામેંના ડુંગરમાં નાસી ગયા હતા.

લુંટના ભોગ બનેલ મહેતાજી

[google_ad]

જે બાદ પેઢીના મલિક દીલીપભાઇ ખેડબ્રહમાંથી હડાદ આવ્યા હતા. જે બાદ બીજા દિવસે શનિવારે ત્રણેય જણા હડાદ પોલીસ મથકે આવ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે તપાસ હાથ ધરી હતી.

 

[google_ad]

“ટેકનિકલ સર્વેલન્સના આધારે જુદી-જુદી ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓને એ વાતની ખબર હતી કે દર શુક્રવારે પેઢીનો સ્ટાફ ઉઘરાણી કરવા આવે છે એટલે અગાઉથી રેકી કરીને લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવી છે.” તરુણ દુગ્ગલ એસ.પી બનાસકાંઠા

 

[google_ad]

પાલનપુર ડોગ સ્ક્વોડ ટીમ લૂંટની ઘટના સામે આવ્યા બાદ ભાગેલા આરોપીઓનું પગેરું શોધવા જ્યાં ઘટના ઘટી હતી તે રોડથી ડુંગર સુધી પહુચી હતી અને ડુંગરની બાજુના અડીને આવેલા ગામોમાં તપાસ કરી હતી.

 

[google_ad]

એક જણાએ પીળી જરસી તથા બીજાએ સફેદ કલરની બંડી પહેરેલ હતી બીજાએ સફેદ કલરનું શર્ટ પહેરેલ હતુ ત્રીજા યુવકે સફેદ કલરનુ શર્ટ પહેરેલુ હતુ, તમામ ચારેય 25થી 28 વર્ષના અને આદિવાસી ભાષા બોલતા હતા. તેવું મહેતાજીએ જણાવ્યું. પોલીસની જુદી જુદી ટીમો ડુંગરાઓ નજીક ગામોના સીમાડાઓ તપાસ કરતા નવાવાસ કાંટ ગામની સીમ પાસે ગામલોકોએ 4 યુવકો થેલી લઈને નીકળ્યા હોવાનું પોલીસ સમક્ષ સ્વીકાર્યું હતું.

 

From – Banaskantha Update


Share