ડીસાની કોલેજ રાજ્ય સ્તરીય ઓનલાઇન દેશ ભક્તિ ગીત ગાન સ્પર્ધામાં ઝળહળી

Share

ડીસાની ડી.એન.પી. આર્ટ્‌સ એન્ડ કોમર્સ કોલેજમાં ગીત-સંગીત અને નૃત્ય ધારાના કન્વીનર પ્રા. ડૉ. સુનિતા એલ. ઠક્કરના માર્ગદર્શન હેઠળ કોલેજના ત્રણ વિદ્યાર્થીઓને પાલનપુરની એમ.એ. પરીખ ફાઇન આર્ટ્‌સ એન્ડ આર્ટ્‌સ કોલેજ-ડીપાર્ટમેન્ટ ઓફ મ્યુઝીક ખાતે યોજાયેલ રાજ્ય સ્તરીય ઓનલાઇન દેશ ભક્તિ ગીત ગાન સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રોત્સાહીત કરાયા હતા.

[google_ad]

જેમાં ઓપન વિભાગમાં કોલેજની વિદ્યાર્થીની સેજલ સેવંતીલાલ સોનીએ તૃત્તીય નંબર પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું છે. જે બદલ કોલેજના કાર્યકારી આચાર્ય પ્રા. રાજુભાઇ ડી. રબારી અને સમસ્ત કોલેજ પરિવાર તેમને આ સિદ્વી બદલ અભિનંદન પાઠવ્યા છે. તેઓ ઉત્તરોતર પ્રગતિ કરતાં રહે અને કોલેજને ગૌરવ અપાવતાં રહે તેવી શુભેચ્છાઓ પાઠવી છે.

 

From – Banaskantha Update


Share