પાટણમાં રૂ. 34 કરોડના ખર્ચે બનનારા ટી આકારના ઓવરબ્રિજની કામગીરીના શ્રીગણેશ

Share

પાટણ શહેરનાં યુનિવર્સિટી રોડ ઉપરનાં રેલવે ફાટકની ઉપર રૂ. 34 કરોડનાં ખર્ચે બનવા જઇ રહેલા ટી આકારનો રેલવે ઓવરબ્રિજની કામગીરીનાં આંશિક શ્રીગણેશ થયા હતા. આ ઓવરબ્રિજની કામગીરી કરનારી એજન્સી રાકેશ કન્સ્ટ્રકશનના એન્જિનીયરે સવારથી જ અહીં દૂરબીન વડે ત્રણે તરફનાં એપ્રોચનું વાહીકાઇથી સર્વે કર્યું હતું.

[google_ad]

 

આ સર્વે પ્રાથમિક તબક્કાનો હોવાનું કંપનીના ઇજનેરે જણાવ્યું હતું કે, હાલમાં અમે બ્રિજ બનાવતાં પૂર્વે જમીનની અંદરની યુટિલીટી લાઇનો જેવી કે ભૂગર્ભ ગટર, વીજળી વાયરો, ટેલીફોન અને પાણીની પાઇપો સહિતની લાઇનોના શિફટીંગની કામગીરી માટેનું સર્વે હાથ ધર્યું છે.

[google_ad]

Advt

 

આ ટી આકારના ઓવરબ્રિજના ત્રણ છેડા જીલ્લા પંચાયત, આશિષ સોસાયટી અને રેલવે સ્ટેશન પેટ્રોલ પમ્પ પાસે ઉતરશે. આ બ્રિજમાં આશરે 45-47 જેટલાં પિલરો પર ઓવરબ્રિજ આકાર પામશે.

 

From – Banaskantha Update


Share