અમીરગઢના ઇકબાલગઢ-ખારા માર્ગ પર કાર ખાડામાં પલટી ખાતાં બે લોકો ઘવાયા

Share

બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. શનિવારે અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ખારા માર્ગ વચ્ચે એક કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં ઉંડા ખાડામાં ખાબકવાની ઘટના સામે આવી છે. કાર રોડની સાઈડમાં ખાબકતા જ બે નર્સ સ્ટાફને ઇજા પહોંચતા તાત્કાલિક 108 એબ્યુલેન્સ દ્વારા પાલનપુર હોસ્પિટલમાં ખસેડાયાં હતા.

[google_ad]

ઇકબાલગઢ ખારા માર્ગ શનિવારે ખારા નર્સિંગ સ્ટાફના બે વ્યક્તિને અકસ્માત નડયો છે. શનિવારે વહેલા સવારે મારા નર્સિંગ સ્ટાફ ખારા ગામે નીકળેલા, જે સમય દરમિયાન ખારા માર્ગ પર કાર ચાલકનું અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં ઉંડા ખાડામાં ખાબકી હતી.

[google_ad]

રોડની સાઈડમાં ગાડી ખાબકતા જ લોકોના ટોળેટોળા ઉમટયા હતા અને લોકો દ્વારા કારમાં સવાર લોકોને બહાર કાઢ્યા હતા. જેમાં કાર ચાલક સહિત નર્સ સ્ટાફને ઇજાઓ પહોંચતાં 108ની મદદથી તાત્કાલિક પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

 

From – Banaskantha Update


Share