ડીસામાં શ્રાવણીયો જુગાર રમતાં પાંચ શકુનિયો ઝડપાયા

Share

ડીસા શહેરના શિવનગર કંકાવટી સોસાયટી સામેથી પાંચ જેટલા જુગાર રમતા શખ્સોને ડીસા ઉત્તર પોલીસે ઝડપી પાડયા છે. જેમાં રૂ. 33 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ડીસા ઉત્તર શહેર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

[google_ad]

ડીસા ઉત્તર પોલીસ ડીસા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન ડીસા શિવનગર કંકાવટી સોસાયટી સામે કેટલાંક શખ્સો તીન પત્તિનો જુગાર રમી રમાડે છે.

[google_ad]

Advt

 

જેઓને જે તે સ્થિતિમાં કોર્ડન કરી પાંચ શખ્સોને ઝડપી પાડયા છે. ડીસા ઉત્તર પોલીસ દ્વારા ઝડપાયેલા પાંચ શખ્સોમાં મનુ દેસાઇ, પ્રભાતસિંહ વાધેલા, નટુ ઠકકર, દિપક પરમાર અને અશોક બારોટ જેમની પાસેથી રોકડ રકમ રૂ. 17,780 તથા 3 મોબાઈલ સહિત રૂ. 33,780 નો મુદ્દામાલ તથા જુગારના સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું છે.

 

From – Banaskantha Update


Share