અંબાજીમાં શક્તિ ભુવન નજીકથી શ્રાવણિયો જુગાર રમતાં 8 શખ્સોને એલ.સી.બી. પોલીસે ઝડપ્યા

Share

અંબાજીમાં શક્તિ ભુવન નજીકથી શ્રાવણિયો જુગાર રમતાં 8 શખ્સોને શુક્રવારે એલ.સી.બી. પોલીસે ઝડપી પાડયા હતા. જેમાં પોલીસે રોકડ રકમ અને મોબાઇલ નંગ-6 કુલ કિંમત રૂ.1,37,640 નો મુદ્દામાલ અને જુગારનો સાહીત્ય જપ્ત કર્યો હતો. આ અંગે અંબાજી પોલીસે 8 શખ્સો સામે જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, અંબાજી વિસ્તારમાં શુક્રવારે એલ.સી.બી. પોલીસ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે શક્તિ ભુવનમાં ગંજીપાનાથી હાર-જીતનો જુગાર રમી રમાડે છે. તે જગ્યાએ એલ.સી.બી. પોલીસે રેડ કરતાં શૈલેષભાઇ સાંકળચંદ પટેલ (રહે.મેલાણીયાવાસ, હરેશ્વર મહાદેવની પોળ, વિસનગર, જીલ્લો-મહેસાણા), રાકેશભાઇ ઇશ્વરભાઇ પટેલ (રહે.કડા દરવાજા, દરબાર રોડ, વિસનગર, જીલ્લો-મહેસાણા), પ્રવિણભાઇ રણછોડભાઇ પટેલ (રહે.ગોવિંદચકા સ્ટેશન રોડ, વિસનગર, જીલ્લો-મહેસાણા), ગોવિંદભાઇ શંકરલાલ પટેલ (રહે. દીપડા દરવાજા, કડા રોડ, વિસનગર, જીલ્લો-મહેસાણા),

[google_ad]

Advt

કીરીટભાઇ બાબુલાલ પટેલ (રહે. કડા દરવાજા, દરબાર રોડ, વિસનગર, જીલ્લો-મહેસાણા), રાજેન્દ્રકુમાર કાન્તીલાલ પટેલ (રહે. દીપડા દરવાજા, કડા રોડ, વિસનગર, જીલ્લો-મહેસાણા), આશિષકુમાર બાબુલાલ પટેલ (રહે. ફતેહ દરવાજા, વિસનગર, જીલ્લો-મહેસાણા) અને નિતીનભાઇ ગોપાલભાઇ પટેલ (રહે. દીપડા દરવાજા, કડા રોડ, વિસનગર, જીલ્લો-મહેસાણા) વાળાઓને રંગેહાથ ઝડપી પાડયા હતા.

[gooogle_ad]

 

 

જેમાં પોલીસે રોકડ રકમ રૂ. 86,640 અને મોબાઇલ નંગ-6 કિંમત રૂ. 51,000 કુલ કિંમત રૂ.1,37,640 નો મુદ્દામાલ અને જુગારનો સાહીત્ય જપ્ત કર્યો હતો. આ અંગે અંબાજી પોલીસે 8 શખ્સો સામે જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share