ભીલડી પોલીસે ફેલ્સપાર ખનીજ ભરેલા 5 ટ્રેલર ઝડપ્યા : ગેરકાયદેસર રીતે વહન કરતા હોવાનું બહાર આવ્યું

Share

ભીલડી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રાજસ્થાનથી ફેલ્સપાર ખનીજના ટુકડા ભરી લઇ જવાતાં પાંચ ટ્રેલર ઝડપ્યા હતા. ભીલડી પોલીસે ખાણ ખનીજ વિભાગને આ બાબતે તપાસ કરવા રિપોર્ટ કર્યો છે.

[google_ad]

 

ભીલડી પોલીસ સ્ટાફ બુધવારે પેટ્રોલિંગ દરમિયાન ડીસા હાઇવેથી ભીલડી તરફથી કચ્છ તરફ જતા 5 ટ્રેલર શંકાસ્પદ જણાતા અટકાવી ટ્રેલર ચાલકોને પૂછપરછ કરી ટ્રેલરમાં તપાસ કરતા ટુકડા સ્વરૂપે ફેલ્સપાર ખનીજ મળી આવ્યું હતું.

[google_ad]

ફેલ્સપાર ખનીજના ટુકડા ગેરકાયદેસર રીતે વહન કરતા હોવાનું જણાતા ભીલડી પોલીસે તમામ ટ્રેલરોમાં ભરેલ ગેરકાયદેસર ખનીજ પદાર્થ બાબતે પાલનપુર ખાણ ખનીજ વિભાગને ખનીજ બાબતે તપાસ કરી કાર્યવાહી કરવા સારું રિપોર્ટ કર્યો છે.

[google_ad]

Advt

ઝડપાયેલા ટ્રેલરો
(1) RJ-52-GA-7144
(2) RJ-32-GD-5677
(3) RJ-32-GD-0577
(4) RJ-52-GA-3614
(5) RJ-52-GA-7532

From – Banaskantha Update


Share