રાણપુરમાં મંજૂરી વગર ગેસ પાઇપલાઈનનું કામ શરૂ કરતાં ખેડૂતો વિફર્યા : મોડી રાત્રે ખેતરમાં ઘૂસી આવેલા શખ્સોને ખેડૂતોએ ભગાડયા

Share

બનાસકાંઠાના ગામડાંઓમાંથી પસાર થતી HPCL કંપનીની ગેસ પાઇપલાઈનમાં કેટલાંક બિન અધિકૃત શખ્સો ખેડૂતોને ધમકી અને દાદાગીરી કરતાં ખેડૂતો રોષે ભરાયા છે. ગતરોજ રાણપુર ખેડૂતની મંજૂરી વગર પ્રવેશ કરી કામ શરૂ કરતાં ખેડૂતોએ કામગીરીને અટકાવી હતી.

[google_ad]

બાડમેરથી પાલનપુર જતી HPCL કંપનીની પાઇપલાઈન અનેક ગામડાંઓમાંથી પસાર થાય છે અને ખેડૂતોની પૂર્વ મંજૂરી અને વળતર બાદ મળતાં ખેડૂતો પાઇપલાઈન નાખવા આપે છે. પરંતુ કેટલાંક ખેડૂતોને વળતર ન મળતાં ખેડૂતોએ કામગીરી અટકાવતાં HPCL કંપનીના પેટા કોન્ટ્રાક્ટરો ખેડૂતોને ધમકીઓ આપવા હવે અસામાજીક શખ્સોને સાથે રાખી રહી છે.

[google_ad]

 

ત્યારે ગતરોજ રાણપુર દીપક દવેના ખેતર પર મશીનરી લાવી પાઇપલાઈનનું કામ શરૂ કરતાં ખેતર માલિકના ભાગીયાએ શેઠ આવ્યા બાદ કામ શરૂ કરવા જણાવ્યું હતું અને વળતર આપવા ખેડૂતોએ રજૂઆત કરી હતી.

[google_ad]

 

ત્યારે HPCL ના પેટા કોન્ટ્રાક્ટરે કેટલાંક અસામાજીક અને બિન અધિકૃત શખ્સો આવી અને કહેવા લાગેલ કે, અમે કંપનીના માણસો છીએ કામ કરવા આપો નહીતર ભારે પડશે તેવી ધમકી આપી કામ શરૂ કરતાં ખેતર માલિકે મીડીયાને બોલાવી હતી. જો કે, મીડીયાને જોઈને શખ્સો ભાગી ગયા હતા અને ખેતર માલિકના ભાગીયાને ધમકી પણ આપી હતી કે હવે તને જોઈ લઈશ આમ HPCL ના નામે અસામાજીક શખ્સોને મોકલી ખેડૂતોને ધમકીઓ આપતાં ખેડૂતો રોષે ભરાયા હતા.

[google_ad]

આ અંગે ખેતરના ભાગીયા છગનભાઇ ઠાકોરે જણાવ્યું હતું કે, રાત્રે પણ કેટલાંક શખ્સો ગાડી લઈને ખેતરમાં આવ્યા હતા અને ધમકીઓ આપી હતી અને શુક્રવારે ફરી અમે HPCL કંપનીના માણસો છીએ તેવું કહી અમને વળતર ચૂકવ્યા વગર કામ કરવા ધમકી આપે છે અને પત્રકારોને જોઈને ભાગી ગયા ત્યારે પણ તને જોઈ લઈશ તેવી ધમકી આપી હતી. ત્યારે અમોએ પોલીસને અરજી પણ આપી છે.

[google_ad]

 

જો કે, આગાઉ પણ વળતર ચૂકવ્યા વગર કામ શરૂ કરતાં ખેડૂતોએ કામ અટકાવ્યું હતું. ત્યારે વળતરની ચૂકવણી કરવામાં આવી હતી. ત્યારે હાલ પણ ખેડૂતો કામનો વિરોધ નહીં માત્ર વળતર આપવાની માંગ સાથે કામ અટકાવ્યુ છે. ત્યારે વહેલી તકે વળતર ચૂકવણી કરી કામ શરૂ કરવું જોઈએ.

[google_ad]

બાડમેરથી પાલનપુર જતી આ HPCL ની ગેસની પાઇપલાઈનમાં ખેડૂતો માત્ર વળતર ચૂકવણીની માંગ કરી રહ્યા છે. પરંતુ કંપનીના પેટા કોન્ટ્રાક્ટરો વળતર પહેલાં આપવાની જગ્યાએ સ્થાનિક માથાભારે શખ્સોને મજૂરીએ રાખી ધમકીઓ આપી ખેડૂતોના ખેતરમાં પ્રવેશતાં વિવાદ થઈ રહ્યો છે. ત્યારે રાજયકક્ષાએ નીમાયેલ પાલનપુર નાયબ કલેકટર શિવરાજ ગિલવાએ આ બાબતને ગંભીરતાથી લઈને આવા તત્વો અને પેટા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.

From – Banaskantha Update


Share