ડીસાના માલગઢ ગામ પાસે ભૂંડ વચ્ચે આવી જતા સર્જાયો અકસ્માત : બાઈક ચાલક ઘાયલ

Share

ડીસામાં માર્ગ અકસ્માતના બનાવમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે ત્યારે આજે ડીસા તાલુકાના માલગઢ ગામ પાસે બાઈક સવાર પસાર થઈ રહ્યો હતો તે સમયે અચાનક રસ્તામાં ભૂંડ વચ્ચે આવી જતા બાઈક સવાર રોડ પર પટકાયો હતો જેથી તેને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

 

[google_ad]

ડીસા તાલુકામાં માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને છેલ્લા એક અઠવાડિયામાં ડીસા તાલુકામાં અનેક નાના-મોટા અકસ્માતો સામે આવ્યા છે અને આવા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે તો અનેક લોકો મોતને ભેટયા છે ત્યારે આવો જ એક વધુ અકસ્માત આજે ડીસા તાલુકાના માલગઢ ગામ પાસે સર્જાયો હતો.

[google_ad]

ડીસા તાલુકાના આખોલ ગામે રહેતા વિનોદભાઈ અમરસિંહ મકવાણા પોતાના કામકાજ અર્થે બાઇક લઇને માલગઢ તરફ જઈ રહ્યા હતા તે સમયે રસ્તામાં અચાનક ભૂંડ વચ્ચે આવી જતા તેમનું બાઈક સ્લીપ ખાઇ જવા પામ્યું હતું બાઇક સ્લીપ ખાતા વિનોદભાઈ રોડ પર પટકાયા હતા અને તેમને માથાના તેમજ પગના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેઓ બુમાબુમ કરવા લાગ્યા હતા.

Advt

[google_ad]

જેથી આજુબાજુના લોકો તાત્કાલિક દોડી આવી 108 એમ્બ્યુલન્સ વાનને જાણ કરવામાં આવી હતી જે બાદ 108 એમ્બ્યુલન્સ વાનની મારફતે તેમને તાત્કાલિક સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માત કરતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

 

From – Banaskantha Update


Share