ડીસાના જાબડીયા ગામ પાસે રીક્ષા પલટી ખાતા 9 લોકો ઇજાગ્રસ્ત

Share

ડીસા તાલુકાના જાબડીયા ગામ પાસે રિક્ષાચાલક મજુર ભરી વાસણા તરફ જઈ રહ્યો હતો તે સમય અચાનક રિક્ષા પલટી ખાતા રીક્ષા અંદર બેઠેલ લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી જેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ડીસા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

[google_ad]

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવો જાણે રોજિંદા બની ગયા હોય તેમ એક બાદ એક અનેક અકસ્માતો સામે આવી રહ્યા છે. ડીસા તાલુકામાં ત્રણ દિવસમાં જ અનેક ગોઝારા અકસ્માતો સર્જાયા છે. આવા અકસ્માતમાં અત્યાર સુધી અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે તો અનેક લોકો મોતને ભેટયા છે.

[google_ad]

ત્યારે આવો જ એક વધુ અકસ્માત ડીસા તાલુકાના ઝાબડીયા ગામ પાસે બનવા પામ્યો હતો ડીસા તાલુકાના જાબડીયા ગામથી રિક્ષાચાલક 9 મજૂરોને ભરી વાસણા ખાતે જઇ રહ્યો હતો તે સમયે અચાનક રિક્ષા ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા રોડ પર જ પલટી ગઈ હતી રીક્ષા પલટી ખાતાની સાથે છે રિક્ષામાં બેઠેલા મહિલા, પુરુષ અને બાળકો સહીત રોડ પર પટકાયા હતા જેથી તેમને નાની-મોટી ઈજાઓ થતા તેઓએ બૂમાબૂમ કરવાનું શરૂ કર્યું હતું.

[google_ad]

આ અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સ વાનને જાણ કરતા 108 એમ્બ્યુલન્સવાન ઘટનાસ્થળે પહોંચી તમામ ઇજાગ્રસ્તોને ડીસા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

[google_ad]

ડીસા તાલુકામાં છેલ્લા ત્રણ દિવસમાં અનેક અકસ્માતો સામે આવ્યા છે ત્યારે લોકોના જેવા પૈસા કમાવાની લ્હાયમાં પોતાની ગાડીઓમાં મોટા પ્રમાણમાં મુસાફરો ભરીને વાહન ચલાવતા હોય છે ત્યારે આવા લોકો સામે પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો આવનારા સમયમાં વારંવાર સર્જાતા અકસ્માતમાં લોકો બચી શકે તેમ છે.

 

From – Banaskantha Update


Share