ડીસાનો અંધારિયો એલિવેટેડ બ્રિજ : લાઈટનું બીલ કોણ ભરશે તેને લઇ વિવાદ

Share

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં 200 કરોડના ખર્ચે બનેલો એલિવેટેડ ઓવરબ્રીજ સ્ટ્રીટ લાઈટને લઇ વિવાદમાં સપડાયો છે. બ્રિજ ઉપર મુકાયેલી સ્ટ્રીટલાઇટોનું બિલ પાલિકા ભરશે કે નેશનલ હાઈવે ઓર્થોરીટી જેને લઇ વિવાદ સર્જાતા એલિવેટેડ બ્રિજનું લોકાર્પણ તો થઈ ગયું પરંતુ રાત્રિના સમયે બ્રિજ પર સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા કરોડોના ખર્ચે બનેલો બ્રીજ અંધારિયો બ્રિજ બન્યો છે.

[google_ad]

ડીસા શહેરમાં રૂપિયા 200 કરોડના ખર્ચે દેશનો બીજા નંબરનો સૌથી લાંબો એલિવેટેડ ઓવરબ્રિજ પર ઉદ્ઘાટન થયાના 10 દિવસ બાદ હજુ પણ રાત્રે અંધારપટ છવાયેલો રહે છે. ઓવરબ્રિજના ઉપર અને નીચે બંને સાઈડની સ્ટ્રીટ લાઈટનું બિલ કોણ ભરશે તેને લઇને વિવાદ સર્જાયો છે. નેશનલ હાઇવે ઓથોરિટીએ સ્ટ્રીટ લાઈટ બિલ ભરવાની જવાબદારી ડીસા નગરપાલિકાને સોંપતા ડીસા નગરપાલિકાએ પત્ર લખી આ જવાબદારી લેવાનો ઇનકાર કર્યો છે.

[google_ad]

ડીસા શહેરની મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર ભારે વાહનોના ધસારાને લઇ વર્ષોથી માથાનો દુખાવો બનેલી ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળે તે માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 3.75 કિલોમીટર લાંબો એલિવેટેડ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. જેનું તારીખ 7 ઓગસ્ટના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

[google_ad]

એલિવેટેડ ઓવરબ્રિજ હોવાના કારણે બ્રિજની ઉપરની જેમ નીચે પણ સમાંતર વાહન વ્યવહાર ચાલે તે રીતની પુલની ડિઝાઈન તૈયાર કરાઈ છે. 107 પિલ્લર પર ઉભેલા આ ઓવર બ્રિજ પર ઓવરબ્રિજની ઉપર વચ્ચેના ડિવાઈડરમાં બંને તરફ, નીચેના રસ્તામાં પણ બંને તરફ બ્રિજની નીચે તેમજ ઓવરબ્રિજની બંને સાઇડે કુલ 700થી પણ વધુ સ્ટ્રીટલાઇટો લગાવવામાં આવી છે.

[google_ad]

જોકે, ઓવરબીજના ઉદ્ઘાટનના 10 દિવસ બાદ પણ ઓવર બ્રીજનું લાઈટ બિલ કોણ કરશે તેને લઇને અસમંજસ ભરી સ્થિતિ થતા હજુ રાત્રીના સમયે અંધારપટ છવાયેલો રહે છે.

[google_ad]

નેશનલ હાઇવે ઓથોરિટીએ સ્ટ્રીટ લાઈટ બિલ ભરવાની જવાબદારી ડીસા નગરપાલિકાને સોંપી છે. જોકે, ડીસા નગરપાલિકાએ પોતાની આર્થિક સ્થિતિ ધ્યાને રાખી આ સ્ટ્રીટ લાઈટ બિલ ભરવાનો ઇનકાર કરતો પત્ર હાઇવે ઓથોરીટીને લખ્યો છે. ડીસા પાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કરના જણાવ્યા મુજબ, ડીસા પાલિકા હાલ સમગ્ર શહેરનું માસિક સરેરાશ રૂ.5.25 લાખ જેટલું સ્ટ્રીટ લાઇટનું બિલ ભરે છે.

[google_ad]

નેશનલ હાઈવે ઓથોરિટીએ ઓવરબ્રિજ પર વધુ વોલ્ટેજની લાઈટો લગાવી હોવાથી આ બિલ વધીને માસિક સરેરાશ રૂ.10 લાખ ઉપરનું થાય તેવી સ્થિતિ છે. જેથી અમે હાઈવે ઓથોરીટીને પત્ર લખી ઓવર બ્રીજનું સ્ટ્રીટ લાઈટ બિલ ભરે તેરી માંગ કરી છે. ત્યારે મહત્વની વાત છે કે વિવાદ પાલિકા અને હાઇવે ઓથોરિટીનો સર્જાયો છે પરંતુ તેનો ભોગ શહેરીજનો બન્યા છે ત્યારે વહેલી તકે લાઈટો શરૃ કરાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

 

From – Banaskantha Update


Share