અંબાજી મંદિરમાં વિધર્મીના પ્રવેશથી વિવાદ : દેવુસિંહ ચૌહાણ સાથે વિધર્મીએ પ્રવેશ કર્યો હતો

Share

ભાજપની જન આર્શીવાદ યાત્રામાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે લઘુમતી નેતા સાથે અંબાજી મંદિરમાં પ્રવેશ કરતાં વિવાદ ઉભો થયો છે. જે બાદ અખિલ ભારતીય હિંદુ મહાસભા સહિતની સંસ્થાઓમાં નારાજગી વ્યાપી હતી અને હિંદુ ધર્મના મંદિરોમાં હિંદુઓની લાગણી દુભાવવાના બનાવોથી આગેવાનો રોષે ભરાયા હતા.

[google_ad]

જેને લઈ હિંદુ ધર્મના મંદિરોમાં ગેર હિંદુઓનો પ્રવેશ વર્જિત હોવા છતાં 18 ઓગસ્ટે અખિલ ભારતી હિંદુ મહાસભા તેમજ હિંદુ સંગઠનો દ્વારા જિલ્લા કલેકટર એસપીને આવેદનપત્ર આપીને અંબાજી મંદિરને ગંગાજળથી શુદ્ધ કરવાના સંકલ્પ સાથે રાજ્ય સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું.

[google_ad]

પાલનપુર રામજી મંદિરના મહારાજ મહંત રાધવદાસજીએ કહ્યું કે, બનાસકાંઠામાં ભાજપની આર્શીવાદ લઇને આવેલા મંત્રી દેવુસિંહ ચૌહાણ અંબાજી દર્શને ગયા હતા. તે વખતે વિધર્મી આયુષખાન પઠાણને સાથે રાખી મંદિરમાં પ્રવેશ કરાવ્યો હતો. મંદિરમાં વિધર્મીઓના પ્રવેશ ઉપર નિષેધ હોવા છતાં મંત્રીની આ હરકતથી હિંદુ ધર્મની લાગણીને ઠેસ પહોંચી છે.

[google_ad]

વધુમાં કહ્યું કે, આ અંગે અમોએ જિલ્લા વહિવટીતંત્રને આવેદનપત્ર આપ્યું હતુ. જ્યારે આગામી 26મી ઓગસ્ટ 2021ના રોજ યાત્રાધામ અંબાજી મંદિરમાં ગંગાજળનો છંટકાવ કરી પવિત્ર કરવામાં આવશે. જેમાં અમદાવાદ અખિલ ભારત હિંદુ મહાસભાના પ્રદેશ અધ્યક્ષ મિેતેશ પટેલ, અખિલ ભારત હિંદુ મહાસભાના બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ મહંત 1008 રાધવદાસજી મહારાજ, આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના કાર્યકર્તા, પદાધિકારી, કાર્યકરો, બનાસકાંઠા જિલ્લાના તમામ હિંદુ સંગઠનો જોડાશે.

 

From – Banaskantha Update


Share