જુનાડીસા નજીક કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઇક સવારનું સારવાર દરમિયાન મોત

Share

ડીસાના જુના ડીસા નજીક ગતરોજ કુમકુમ કોલ્ડસ્ટોરેજ પાસે બાઈક તેમજ વોક્સ વેગન કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવારને ગંભીર ઇજા થતા સારવાર માટે ડીસા સિવિલ ખસેડાયો હતો જેમા યુવકનું સારવાર દરમિયાન મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી હતી.

[google_ad]

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે ગત મોડીરાત્રે બીજાના જુનાડીસા નજીક વોક્સ વેગન કાર તેમજ બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવાર યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું.

[google_ad]

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો માણેકપુરા ખાતે રહેતા વિક્રમજી વનરાજજી ઠાકોર ઉંમર 26 ગઈ કાલે પલ્સર મોટર સાઇકલ લઈ મોટા ગામે રહેતી તેની બહેનના ઘરે જવા નીકળ્યા ત્યારે પાટણ રોડ પર જુના ડીસા નજીક આવેલ કુમકુમ કોલ્ડ સ્ટોરેજ નજીક વોક્સ વેગન કાર નંબર GJ-24-AF- 0471ના ચાલકે પુર ઝડપે ગફલક ભર્યું ડ્રાઈવિંગ કરી પલ્સર બાઈક નંબર GJ-08-CE-6594ના ચાલક વિક્રમજી વનરાજજી ઠાકોરને ટક્કર મારતા વિક્રમજી ઠાકોર રોડ પર પટકાયા હતા.

[google_ad]

જેમને માથાના ભાગે તેમજ છાતીના ભાગે ગંભીર ઇજા થઈ હતી અકસ્માતના પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. વિક્રમજી ઠાકોરને સારવાર માટે 108 મારફતે ડીસા સિવિલ ખાતે ખસેડાયા હતા. અકસ્માત સર્જનાર વોક્સ વેગન કારનો ચાલક ગાડી મૂકી નાસી ગયેલ તેમજ પલ્સરના ચાલક વિક્રમજી ઠાકોરનું સારવાર દરમિયાન મોત થયું હતું.

[google_ad]

તાત્કાલિક ડીસા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતક વિક્રમજી ઠાકોરની લાશને ડીસા સિવિલ પી.એમ અર્થે ખસેડી હતી. મૃતક વિક્રમજી ઠાકોરના ભાઈ કરશનજી વનરાજજી ઠાકોરએ વોક્સવેગન કાર ચાલક વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી.

 

From – Banaskantha Update


Share