ડીસાના મોટા રસાણામાં ખેતર પર કામ કરતાં 2 મજૂરો પર 9 જેટલા શખ્સોએ હુમલો કર્યો

Share

ડીસા તાલુકાના રસાણા મોટા ગામમાં આવેલ એક ખેતરની જમીનની ચારે બાજુ દીવાલ ચણતાં 2 મજૂરોને દીવાલ ન ચણવા બોલાચાલી કરી મારામારી સર્જાઇ હતી. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે 9 શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં નજીવી બાબતે મારામારીના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે લાખણી તાલુકાના ખેરોલા ખાતે રહેતાં કાર્તિકભાઇ ઇશ્વરભાઇ ઠક્કર ડીસા તાલુકાના રસાણા મોટા ગામમાં ખેતીની જમીન આવેલી છે. તે ખેતરની ચારે બાજુ પાકી દીવાલ કરવા મજૂર બોલાવ્યા હતા.

 

[google_ad]

જેમાં મજૂરો ખેતરની ચારે બાજુ દીવાલ ચણી રહ્યા હતા. તે દરમિયાન ખેતરની બાજુમાં રહેતાં ભરતભાઇ બાબુભાઇ રબારી હાથમાં લાકડી લઇને આવ્યા હતા અને તેમની સાથે સાહીલભાઇ ઇશ્વરભાઇ રબારી હાથમાં પાઇપ લઇને આવ્યા હતા.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

ખેતરની ચારે બાજુ દીવાલ ચણતાં મજૂરોને કહ્યું કે, કામ બંધ કરો જેથી મજૂરોએ કહ્યું કે, અમે તો મજૂર છીએ તમે જમીન માલિકને વાત કરો. જેથી આ બંને શખ્સો એકદમ ઉશ્કેરાઇ જઇ દીવાલ ચણતાં મજૂર સંજયભાઇ જીવાજી ઠાકોર (રહે. હેબતપુરા, તા.પાલનપુર) વાળાને ભરતભાઇ રબારીના હાથમાં રહેલી લાકડીથી માર મારવા લાગ્યા હતા અને સાહીલભાઇ રબારી જેના હાથમાં રહેલી પાઇપ કનૈયાભાઇને પગ પર પાઇપ મારવા લાગ્યા હતા.

 

[google_ad]

ત્યારબાદ પેટ્રોલ પંપ પર નોકરી કરતાં મહારાજ સહીત 6થી 7 શખ્સો ધોકા લઇ આવ્યા હતા. આડેધડ માર મારવા લાગ્યા હતા. ત્યારે પ્રકાશભાઇ ઠાકોર (રહે. હેબતપુરા) વચ્ચે પડી વધુ મારમાંથી છોડાવ્યા હતા. પ્રકાશભાઇ ઠાકોરને પણ માર મારવા લાગ્યા હતા. ત્યારબાદ જતાં જતાં કહેતા ગયા કે, કામ બંધ કરી દેજો નહીતર જાનથી મારી નાખીશું. જે બાદ જમીન માલિક કાર્તિકભાઇ ઇશ્વરભાઇ ઠક્કરને ફોન કરતાં તેમણે ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે કાર્તિકભાઇ ઠક્કરે ભરતભાઇ બાબુભાઇ રબારી, સાહીલભાઇ ઇશ્વરભાઇ રબારી, પેટ્રોલ પંપ ઉપર નોકરી કરતાં મહારાજ સહીત 6થી 7 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share