ડીસાની નવજીવન બી.એડ કોલેજમાં વેસ્ટમાંથી બેસ્ટ રાખડીઓ બનાવી

Share

ડીસાની નવજીવન બી.એડ કોલેજ દ્વારા નકામી ચીજવસ્તુઓમાંથી ઉમદા રાખડીઓ બનાવવામાં આવી રહી છે અને આ રાખડીઓ બન્યા બાદ તેને ગરીબ મહીલાઓને વિતરણ કરવામાં આવશે.

 

છેલ્લા દોઢ વર્ષથી કોરોના વાયરસના લીધે શાળાઓ અને કોલેજાનું શિક્ષણ કાર્ય બંધ હતું અને હવે એકવાર ફરી અનલોકની પ્રક્રિયાના ભાગરૂપે શાળાઓ અને કોલેજામાં શિક્ષણ કાર્ય શરૂ થઇ રહ્યું છે. ત્યારે શિક્ષણ કાર્ય શરૂ થતાં જ શાળાઓ અને કોલેજામાં વિધાર્થીઓ અભ્યાસની સાથે સાથે રચનાત્મક પ્રવૃતિઓ પણ કરી રહી રહ્યા છે.

[google_ad]

ત્યારે વિધાર્થીઓમાં રચનાત્મક શક્તિઓનો વિકાસ થાય તે માટે બી.એડ કોલેજમાં શુક્રવારે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની પ્રવૃતિનું આયોજન કરાયું હતું. જેમાં બી.એડ કોલેજમાં વિધાર્થીનીઓને નકામી ચીજવસ્તુઓમાંથી ઉમદા રાખડીઓ બનાવવાની કામગીરી કરાવવામાં આવી હતી.

[google_ad]

જેમાં કોલેજની વિધાર્થીનીઓએ નકામી ચીજ વસ્તુઓને એકત્રિત કરીને તેમાંથી રાખડીઓ બનાવી હતી. આ રાખડીઓ બનાવીને હવે કોલેજની વિધાર્થીનીઓ શહેરની ગરીબ મહીલાઓને આ રાખડીઓ ભેટ સ્વરૂપે આપશે.

[google_ad]

છેલ્લા દોઢ વર્ષથી કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં આતંક મચાવી રહ્યો છે અને સહુથી ઝડપથી સંક્રમણ ફેલાવતાં આ વાયરસને પગલે લાખ્ખો લોકો તેનો શિકાર થઇ ચૂક્યા છે. ત્યારે કોલેજ દ્વારા લોકોમાં કોરોના વાયરસ અંગે જાગૃતિ આવે અને લોકો કોરોના વાયરસને લઇ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન કરતાં થાય તે માટેના સંદેશ પણ આ રાખડીઓ પર બનાવવામાં આવ્યા છે કે જેથી કોરોના સામેની લડાઇમાં લોકો રાખડીના માધ્યમથી જાગૃત બની શકે.

 

From – Banaskantha Update


Share