ડીસા આપના નગરસેવક દ્વારા સ્વછતા અભિયાન જાગૃતિને અંતગર્ત લગાવ્યા બેનરો‌

Share

ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ઠેરઠેર નગરપાલિકા દ્વારા લગાવેલ કચરાના ડસબિન હટાવી લેવામાં આવ્યાં છે ત્યારે લોકો દ્વારા જાહેરમાં કચરાના ઢગલાઓ કરવામાં આવી રહ્યા છે. જેના લીધે ભયંકર રોગચાળો ફાટી નીકળવાની શક્યતા સેવાઈ રહી છે ચોમાસાની ઋતુમાં કચરાના ઢગલા ખડકાઈ રહ્યા છે.

[google_ad]

ત્યારે કાદવ કીચડ થવાથી પાણીજન્ય મેલરીયા ડેન્ગ્યુ જેવી ગંભીર બીમારી ઉભી થઇ શકે તેમ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વછતા અભિયાન અંતર્ગત સુંદર કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ ડીસા નગરપાલિકા દ્વારા સ્વછતા અભિયાન અંતર્ગત કોઈજ કામગીરીનું ધ્યાન રાખવામાં આવતું નથી.

[google_ad]

ત્યારે આજે આમ આદમી પાર્ટીના વોર્ડ નં 4ના સદસ્ય વિજયભાઈ દવે સાથે પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી, શહેર પ્રમુખ સુભાષભાઈ ઠક્કર, મહામંત્રી મુસ્તકીમ મેમણ, ડીસા યુવાપ્રમુખ જીગ્નેશભાઈ દેસાઈ સહીત ટીમ દ્વારા ભણસાળી હોસ્પિટલના પાછળ ગેટ પાસે કચરાના ઢગલા ખડકાઈ રહ્યા છે લોકોમાં જાગૃતિ લાવવા ઠેરઠેર બેનરો લગાવામાં આવી રહ્યા છે.

[google_ad]

ડોર ટુ ડોર કચરો કચરા ગાડીમાં નાખો જાહેરમાં કચરો નાંખશો નહીના સુત્રો સાથે આમ આદમી પાર્ટી ડીસા દ્વારા ઠેરઠેર બેનરો લગાવી સ્વછતા અભિયાન અંતર્ગત જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેને જાગૃત નાગરિકો અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા આવકાર્યી રહ્યા છે.

From – Banaskantha Update


Share