ડીસામાં કપડાની દુકાનમાં ત્રણ શખ્સોએ એક યુવકને મારમારતાં ફરિયાદ નોંધાઇ

Share

ડીસાના ત્રણ હનુમાન મંદિર રોડ નજીક આવેલ કલા લાઇફ સ્ટાઇલની કપડાની દુકાનમાં બુધવારની રાત્રે ત્રણ શખ્સોએ એક યુવકને ઉશ્કેરાઇ જઇ ગડદા પાટુનો માર માર્યો હતો. આ અંગે ડીસા ઉત્તર પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

[google_ad]

પ્રતીકાત્મક તસવીર

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેરમાં આવેલ વિનાયક સોસાયટી ખાતે રહેતાં મનિષકુમાર ચમનલાલ ટાંક બુધવારની રાત્રે ડીસાના ત્રણ હનુમાન મંદિર રોડ નજીક આવેલ કલા લાઇફ સ્ટાઇલની કપડાની દુકાનમાં કપડાની ખરીદી કરવા ગયા હતા. જેમાં ટી-શર્ટ ચેન્જ કરતા હતા તે વખતે દીપ ઉર્ફે પિન્ટુ અજયભાઇ ગેલોત અને તેની સાથે આવેલ બે અજાણ્યા શખ્સોએ મનિષકુમાર ટાંકને ધક્કો મારી કહેવા લાગેલ કે, કિશોરકુમાર વરધાજી સાંખલા અને તમે બંને ભેગા મળી દીપકલા મોલ સીલ કરાવ્યો છે તેમ કહી ત્રણ શખ્સો અપશબ્દો બોલવા લાગ્યા હતા

[google_ad]

પ્રતીકાત્મક તસવીર

અને ઉશ્કેરાઇ જઇ ગડદાપાટુનો માર માર્યો હતો. મારામારીમાં મનિષકુમાર ટાંકના ગળામાં પહેરેલી સોનાની ચેન દીપ ઉર્ફે પિન્ટુ અજયભાઇ ગેલોતે ખેંચી લીધી હતી અને બે અજાણ્યા શખ્સોએ મનિષકુમાર ટાંકના શર્ટના ખિસ્સામાંથી રૂ. 22 હજાર લઇ લીધા હતા તેમજ દીપ ઉર્ફે પિન્ટુ અજયભાઇ ગેલોત અને બે અજાણ્યા શખ્સોએ મનિષકુમાર ટાંક અને કિશોરભાઇ વરધાજી સાંખલાને લાગ આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ત્રણ શખ્સો ફરાર થઇ ગયા હતા. આ અંગે ડીસા ઉત્તર પોલીસ મથકે દીપ ઉર્ફે પિન્ટુ અજયભાઇ ગેલોત અને બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share