જિલ્લાને હરીયાળો બનાવવા દર વર્ષે 1 કરોડ જેટલાં વૃક્ષો વાવવાનો બનાસ ડેરીએ નિર્ધાર કર્યો

Share

અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ નજીક અરવલ્લી ગિરિમાળા જેસોર રીંછ અભ્યારણ આવેલું છે જેમાં બનાસડેરી દ્વારા જેસોર પર્વતને હરિયાળો બનાવવા બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી દ્વારા 2 લાખથી સીડ બોલું જાસોર પર્વતની અલગ-અલગ સ્થળ ઉપર 16 ટીમો બનાવી મુકવામાં આવ્યા છે.

[google_ad]

ઈકબાલગઢ નજીક અરવલ્લીની ગિરિમાળા જાસોર પર્વત પર બનાસ ડેરી અને ફોરેસ્ટ વિભાગ દ્વારા જાસોર પર્વતને હરિયાળો બનાવવા 2 લાખ સીડ બોલ જંગલની અંદર મૂકવામાં આવ્યા હતા. જેમાં બનાસ ડેરી દ્વારા વહેલી સવારેથી 1600 લોકોની 16 ટીમો બનાવીને જંગલના ખૂણેખૂણામાં સીડ બોલ મૂકવામાં આવ્યા હતા. એક સીડ બોલમાં 3 બીજ મૂકી 2 લાખ સીડ બોલ તૈયાર કરવામાં આવ્યા હતા. જમાં અલગ અલગ જાતના વનસ્પતિઓના છ લાખ જેટલા બીજ એકત્રિત કરી સિડ બોલ બનાવવામાં આવ્યા હતા.

[google_ad]

જાસોર અભ્યારણમાં બનાસડેરી અને ફોરેસ્ટ વિભાગ દ્વારા કેટલાક દિવસોની મહેનતમાં 6 લાખ બીજોના બે લાખ જેટલા સિડ બોલ બનાવવામાં આવ્યા હતા. જેમાં માટી લઈ માટી અંદર બીજ મૂકી અને ગોળ બોલ જેવા સિડ બોલ બનાવવામાં આવ્યા હતા. જે આજે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી દ્વારા સોળસો લોકોને 16 ટીમો બનાવી જંગલ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ સિડ બોલ મૂકવામાં આવ્યા હતા જેથી કરી જાસોર પર્વત હરિયાળો બની રહે.

[google_ad]

બનાસડેરી ચેરમેન ચેરમેન શંકર ચૌધરી જણાવ્યું હતું કે, બનાસએ રણને અડીને આવેલો સુકો પ્રદેશ છે, પરંતુ તેને હરિયાળો બનાવવાનુ અભિયાન બનાસ ડેરી માધ્યમથી બનાસ વાસીઓએ ઉપાડ્યું છે. છેલ્લા ચાર વર્ષથી એક એક કરોડ વૃક્ષો લાવીને તેનું વાવેતર કરવું આવર્ષ જેસોર પર્વતને હરિયાળો કરવા માટે 16 જેટલી ટીમો તૈયાર થઈ 16 ટીમો સૌ-સૌ લોકો સાથે અલગ અલગ વિસ્તારમાં પર્વત પર ચડી અને ત્યાં સિડ બોલ તૈયાર કર્યા છે. જેમાં એક એકમાં ત્રણ ત્રણ બીજ મુક્યા છે અને રોપણ કરવા માટે ગયા વરસાદ જ્યારે આવે ત્યારે જેથી કરી તેની અંદરથી નવા વૃક્ષો ત્યાં ઉગે.

[google_ad]

શંકર ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રકૃતિની સંવર્ધન કરવું એ આપણી જવાબદારી છે અને બનાસની અંદર જે પર્વતો હરિયાળા થઈ જાય તો અહીથી નીકળતા વાદળ અટકે પાણીની સમસ્યા એ કાયમી સમસ્યા છે. તેનો ઉકેલ વૃક્ષા રોપણની અંદર અમને દેખાઈ છે માટે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ઉભો કરવો એ આપણી જવાબદારી છે બનાસ આજે સૂકો પ્રદેશ છે પણ ભવિષ્યમાં ગુજરાતના ઓક્સિજ માટેના ફેફસા બનાવવાનું કામ એ બનાસવાસીએ સંકલ્પ કર્યો છે. ગણતરીના વર્ષોની અંદર બનાસ એક હરિયાળો પ્રદેશ તરીકે આખા રાજ્યની અંદર અને દેશમાં ઓળખાશે.

From – Banaskantha Update


Share