જૂનાડીસાના તત્કાલીન તલાટીને રૂ. 10 હજારનો દંડ ફટકાર્યો

Share

ડીસા તાલુકાના જૂનાડીસા ગામના અરજદાર એ.એન. ઘાસુરાએ માહિતી અધિકાર અધિનિયમ-2005ના કાયદા અન્વયે ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટી કમમંત્રી ગિરીશભાઇ એન. પટેલ પાસે નમૂના-કની અરજીથી જૂનાડીસાના બિનખેતી સર્વે નં. 1149 અને 1150 પૈકી એક પ્લોટના બાંધકામ બાબતે જરૂરી મંજૂરીના કેટલાંક કાગળોની માંગણી કરેલી હતી. પરંતુ તલાટીએ માહિતી પૂરી ન આપતાં આંખ આડા કાન કરી લીધા હતા.

[google_ad]

જેથી અરજદાર નારાજ થઇને પ્રથમ તાલુકા વિકાસ અધિકારી-ડીસાને અપિલ કરી દાદ માંગી હતી તેમ છતાં તલાટી કાયદાને ઘોળીને પી જઇ માહિતી આપી ન હતી. જેથી અરજદારે રાજ્ય માહિતી આયોગમાં અપિલ કરી ન્યાય માટે અરજ ગુજારતાં વાદી-પ્રતિવાદીનો કેસ રાજ્ય માહિતી આયોગમાં ચાલી રહ્યો હતો. તે દરમિયાન પણ આયોગે તલાટીને માહિતી પુરી પાડવા આદેશ કર્યો હતો.

[google_ad]

Advt

પરંતુ તલાટીએ ઉચ્ચ કક્ષાએથી અપાયેલા આદેશની પણ અવગણના કરી અરજદારને માહિતીથી વંચિત રાખતાં આયોગે ન્યાયના હીતમાં ગંભીરતાથી વિચારી અપિલ અન્વયે કેસ ચલાવી અરજદારને ન્યાય અપાવી જાહેર માહિતી અધિકારી અને તલાટી કમમંત્રી ગિરીશભાઇ એન. પટેલને રૂ. 10,000 નો દંડ ફટકારી આગામી તા. 31 ઓગષ્ટ-2021 પહેલા દંડની રકમ જમા કરાવવા પણ આદેશ કર્યો છે. માહિતી આયોગના આદેશના પગલે તલાટી કમમંત્રીઓના આલમમાં ફફડાટ ફેલાયો છે.

 

From – Banaskantha Update


Share