રક્ષાબંધનની રાખડીને લાગ્યું કોરોનાનું ગ્રહણ : ગ્રાહકોને પોતાની મનપસંદ રાખડીઓ ન મળતાં નિરાશા

Share

ભાઇ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનના પવિત્ર તહેવારને રાખડીને લાગ્યું કોરોનોનું ગ્રહણ : ગ્રાહકોને પોતાની મનપસંદ રાખડીઓ ન મળતાં નિરાશા

 

કોરોના વાયરસની અસરથી હવે રાખડી બજાર પણ બાકાત રહ્યું નથી. ત્યારે આ વર્ષે કોરોના વાયરસના લીધે બજારોમાં રાખડીની ખરીદીમાં પણ નિરસતા જોવા મળી રહી છે. કોરોના વાયરસના લીધે બજારોમાં રાખડીઓની વેરાઇટી ઓછી આવતાં તેની અસર વેપાર પર પડી રહી છે અને ગ્રાહકોને પોતાની મનપસંદ રાખડીઓ ન મળતાં નિરાશા જોવા મળી રહી છે.

[google_ad]

ભાઇ અને બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધનનો તહેવાર. રક્ષાબંધનના દિવસે બહેન હેતથી તેના ભાઇની કલાઇ પર રક્ષા સ્વરૂપે રાખડી બાંધતી હોય છે. બહેનો માટે આ તહેવાર ખૂબ જ મહત્વ રાખે છે અને એટલાં જ માટે રક્ષાબંધનના પર્વ પર બહેન તેના ભાઇની કલાઇ પર જ રાખડી બાંધે છે. તે રાખડી બધાથી અનોખી હોય તેવી રાખડીની પસંદગી કરતી હોય છે.

[google_ad]

કલાકો સુધી રાખડીઓ જોયા બાદ રાખડીની પસંદગી કરતી હોય છે અને એટલા જ માટે રક્ષાબંધન પર્વ પર રાખડી બનાવતાં કારીગરો પણ અલગ-અલગ વેરાઇટીની રાખડીઓ બનાવતાં હોય છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોના વાયરસના આતંકના પગલે રાખડી બનાવતાં કારીગરોએ રાખડીઓની વેરાઇટી મર્યાદીત કરી દેતાં અત્યારે બજારોમાં મર્યાદીત ડીઝાઇનની જ રાખડીઓ ઉપલબ્ધ છે.

[google_ad]

રાખડીઓની ડીઝાઇન મર્યાદીત હોવાના લીધે રક્ષાબંધનના પર્વને લઇ બહેનો પોતાના ભાઇઓ માટે જે રાખડીઓ ખરીદવા બજાર પહોંચી રહી છે તે બહેનોને મર્યાદીત ડીઝાઇનની રાખડીઓ જ મળતી હોવાથી આ બહેનોમાં નિરાશા જાવા મળી રહી છે.

[google_ad]

કોરોના વાયરસને પગલે રાખડીની ડીઝાઇન મર્યાદીત આવતી હોવાના લીધે તેની સીધી અસર રાખડી બજાર પર જાવા મળી રહી છે. રાખડીના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ પણ જણાવી રહ્યા છે કે, કોરોના વાયરસના લીધે રાખડીની ડીઝાઇન મર્યાદીત હોવાના લીધે ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો થયો છે અને તેના લીધે રાખડીના વેપારમાં મોટું આર્થિક નુકશાન સહન કરવું પડી રહ્યું છે.

[google_ad]

કોરોના વાયરસની અસર સમગ્ર વિશ્વ પર જોવા મળી રહી છે અને તેના લીધે વિશ્વના મોટાભાગના ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે. ત્યારે આશા રાખીએ કે, વિશ્વમાંથી કોરોના મહામારી ઝડપથી દૂર થાય જેથી મૃતપ્રાય અવસ્થામાં પહોંચેલા ધંધા-રોજગાર ફરીથી જીવંત બને.

 

 

From – Banaskantha Update


Share