બનાસકાંઠા ભૂસ્તર વિભાગનો સપાટો : રોયલ્ટી ચોરી કરતાં 5 ડમ્પરો ઝડપ્યા

Share

બનાસકાંઠા ભૂસ્તર વિભાગની ટીમે ગતરોજ એક જ દિવસમાં રેતી ચોરી કરતાં 5 ડમ્પરો ઝડપી પાડી રૂ. 1.20 કરોડનો મુદ્દામાલ કબજે કરી રૂ. 12 લાખનો દંડ વસૂલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા અવાર-નવાર ખાનગી રાહે ચેકીંગ હાથ ધરી વર્ષે દહાડે કરોડો રૂપિયાની ખનીજ ચોરી ઝડપવાનું કામ કરાઈ રહ્યું છે.

[google_ad]

ત્યારે ગતરોજ ભૂસ્તર શાસ્ત્રી સુભાષભાઇ જોષીના માર્ગદર્શન હેઠળ ભૂસ્તર વિભાગની ટીમ સરકારી અને ખાનગી ગાડીમાં ચેકીંગ હાથ ધરતાં ડીસાના બટાકા સર્કલ નજીકથી એક ગાડી રેતી ભરેલી ઝડપી પાડી હતી. જ્યારે એક ગાડી આખોલ ચાર રસ્તા પાસેથી ઝડપી પાડી હતી અને ત્રણ ગાડી ઝેરડા નજીકથી ઝડપી પાડી કુલ 5 ગાડીઓને રેતી ચોરી કરતાં ઝડપી પાડી ડીસા તાલુકા પોલીસ મથકે લાવી હતી અને રૂ. 1.20 કરોડનો મુદ્દામાલ કબજે કરી રૂ.12 લાખનો દંડ વસૂલ કરવા કાર્યવાહી હાથ ધરી છે.

[google_ad]

ભૂસ્તર શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ઓચિંતી ચેકીંગ હાથ ધરતાં ખનીજ માફીયાઓ અને રેતી ચોરી કરતાં ડમ્પર ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.

[google_ad]

બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી સુભાષભાઇ જોષીએ જણાવ્યું હતું કે, “અમારી ટીમ ખાનગી અને સરકારી આમ બે વાહનોમાં બે ટીમો બનાવી ચેકીંગ હાથ ધરતા પાંચ વાહનો રેતી ચોરી કરતાં ઝડપી પાડયા છે અને હજુ અમારી ટીમ ખનીજ ચોરી ઝડપવા અલગ-અલગ વાહનોમાં બેસીને પણ ખનીજ ચોરી ઝડપવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. અગાઉ ડમ્પરમાં બેસીને પણ ખનીજ ચોરી ઝડપવામાં અમને સફળતા મળી હતી.”

ભૂસ્તર વિભાગની ટીમે 5 ડમ્પરો ઝડપ્યા

(1) GJ-08-Y-1845
(2) GJ-08-AY-0614
(3) GJ-03-BV-6936
(4) GJ-08-AU-4198
(5) RJ-19-GF-4530

 

From – Banaskantha Update


Share