મહેસાણા ખાતે પોલીસના મારથી યુવકનું મોત નિપજ્યાનો આક્ષેપ : ઠાકોર સમાજ દ્વારા વિશાળ રેલી યોજી આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરાઇ

Share

મહેસાણામાં દારૂના ગુન્હામાં પકડાયેલા મગપરામાં રહેતા ઠાકોર રાકેશજી નામના યુવકનું રવિવારે સારવાર દરમિયાન સિવિલમાં મોત નિપજતા પરિવારજનોએ પોલીસના મારના કારણે મોત નિપજ્યાનો આક્ષેપ કર્યો છે. પરિવારજનોએ હાલ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. તો બીજી તરફ મહેસાણા ઠાકોર સમાજ દ્વારા બુધવારે મહેસાણામાં વિશાળ રેલી યોજી ન્યાયની માંગ સાથે કલેકટર અને એસ.પી.ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, મહેસાણાના મગપરામાં રહેતા ઠાકોર રાકેશજી નામના યુવકને દારૂના ગુન્હામાં પોલીસે ઝડપ્યો હતો ત્યારબાદ તેને જેલ હવાલે કરાયો હતો. જો કે, તેની તબિયત લથડતા યુવકને સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પરિવારજનોનો આક્ષેપ છે કે, પોલીસના મારના કારણે મોત નિપજ્યું છે. પોલીસ દ્વારા મૃતદેહનું અમદાવાદ સિવિલમાં ફોરેન્સિક પી.એમ. કરાવવામાં આવ્યું હતું. જો કે, પરિવારજનો દ્વારા હાલ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દેવામા આવ્યો છે.

[google_ad]

મહેસાણામાં ન્યાયની માગ સાથે રેલી યોજવામા આવી ઠાકોર રોહિતજીના મોત મામલે બુધવારે મહેસાણા જીલ્લા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા વિશાળ રેલી યોજવામા આવી હતી. મગપરાથી યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના પુરુષોની સાથે મહિલાઓ પણ જોડાઈ હતી. જીલ્લા કલેકટર અને એસ.પી.ને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરવામા આવી હતી.

[google_ad]


સામાજિક આગેવાન અભિજીત બારડે જણાવ્યું હતું કે, બુધવારે કલેકટર અને જીલ્લા પોલીસ વડા ને આ મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં કલેકટર અને જીલ્લા પોલીસ વડા એ ખાતરી આપી છે કે બે દિવસ માં ન્યાય મળશે.

 

From – Banaskantha Update


Share