વાવમાં બોગસ તબીબ ઝડપાયો : પોલીસે રૂ. 29,000નો દવાઓનો જથ્થો જપ્ત કર્યો

Share

વાવ તાલુકાના ભાટવર ગામમાં બુધવારે પોલીસે ડિગ્રી વિના એલોપેથી પ્રેક્ટીસ કરતો બોગસ તબીબને ઝડપી પાડ્યો હતો. જેમાં પોલીસે રૂ. 29,000નો દવાઓનો જથ્થો જપ્ત કર્યો હતો. જ્યારે બોગસ તબીબો ઉપર તવાઇ થતાં અન્ય નકલી તબીબોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગે વાવ પોલીસે બોગસ તબીબની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનો નોંધ્યો છે.

 

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, વાવ તાલુકાના ભાટવર ગામમાં બુધવારે પોલીસે મેવાભાઇ ઉર્ફે મેહુલભાઇ ભીખાભાઇ રબારી ડિગ્રી વગર એલોપેથી પ્રેક્ટીસ કરતો બોગસ તબીબને ઝડપી પાડ્યો હતો. જેમાં પોલીસે તપાસ દરમિયાન રૂ. 29,000નો દવાઓનો જથ્થો જપ્ત કર્યો હતો.

[google_ad]

જ્યારે હાટડીઓ ચલાવતા બોગસ તબીબો ઉપર તવાઇ થતાં અન્ય બોગસ તબીબોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગે વાવ પોલીસે બોગસ તબીબની અટકાયત કરી તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share