પાલનપુરના કોટડા પ્રા. શાળામાં જિલ્લા પ્રા.શિક્ષણાધિકારીના હસ્તે પ્રજ્ઞા અભિગમ વર્ગનું ઉદ્દઘાટન થયું

Share

પાલનપુર તાલુકાના કોટડા (ભા) પ્રાથમિક શાળામાં બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારના હસ્તે પ્રજ્ઞા અભિગમ વર્ગનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. કોરોના કાળની વર્તમાન પરિસ્થિતિને કારણે ધોરણ-1થી 8ની શાળાઓ બંધ હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખુબ માઠી અસર વર્તાય રહી છે.

[google_ad]

ખાસ કરીને ધોરણ-1 અને 2ના બાળકોને પાયાના શિક્ષણમાં કચાસ ના રહે એવા હેતુથી કોટડા(ભા) પ્રાથમિક શાળાના આચાર્ય પિયુષભાઈ લિંબાચિયાના સપોર્ટથી અને દાતાના સહયોગથી પ્રજ્ઞા અભિગમમાં તજજ્ઞ તરીકે અને શિક્ષક રશ્મિબેન હાડા અને શિક્ષક ભીખીબેન ચૌધરી આ બંને શિક્ષકોએ લોકડાઉનના સમયના સદુપયોગથી પ્રજ્ઞા અભિગમને આધારે ધોરણ-1 અને 2ના ગણિત અને ગુજરાતી વિષયને આધારે પ્રજ્ઞા વર્ગમાં અદ્યતન ટીએલએમ અને ટેકનોલોજીનો ઉપયોગ કરી વર્ગનું નિર્માણ કર્યું છે.

[google_ad]

પ્રજ્ઞા વર્ગોનાં ઉદઘાટન પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સમગ્ર શાળા પરિવાર અને દાતા તેમજ ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતાં. આવનાર તમામ મહેમાનઓનું શાળા પરિવાર તરફથી સન્માન કરવામાં આવ્યું હતું.

[google_ad]

આ વર્ગોનું નિર્માણ પ્રજ્ઞા અભિગમ આધારે અને હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી વિદ્યાર્થી સોશિયલ ડિસ્ટન્સમાં બેસીને અનેક અલગ અલગ ટીએલએમ પ્રવૃત્તિ દ્વારા સરળતાથી અભ્યાસ કરી શકશે.

[google_ad]

આ પ્રસંગે પાલનપુર બી.આર.સી કૉ.ઓર્ડીનેટર આનંદભાઈ મોદી, પાલનપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી અને બ્રાન્ચ શાળા નં-1ના સી.આર.સી કો ઓર્ડીનેટર રહીમખાન પઠાણ, મલાણાં સી.આર.સી મહમદભાઇ પોલરા, ચંડીસર સી. આર.સી પ્રકશપૂરી ગૌસ્વામી, સેન્ટર આચાર્ય સુધીરભાઈ જોષી, SMC પરિવાર, શાળાના શિક્ષકો અને ગ્રામજનો ઉપસ્થિતિ રહ્યાં હતાં.

 

From – Banaskantha Update


Share