ડીસાની લાયન્સ ક્લબ ઓફ દ્વારા અમૃત મહોત્સવ નિમિતે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

Share

લાયન્સ ક્લબ ઓફ ડીસા દ્વારા 15 મી ઓગષ્ટના રોજ આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીસાની વિવિધ શાળા કોલેજોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ડી.એન.પી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ પ્રો. કે. એમ. પટેલ અને ડૉ.તૃપ્તિબેન સી. પટેલના માર્ગદર્શનમાં તૈયાર થયેલ વિદ્યાર્થીઓએ ગીત અને નૃત્યમાં સુંદર અભિવ્યકિત કરીને ઇનામ પ્રાપ્ત કર્યા હતાં.

[google_ad]

 

જેમાં ગીત સ્પર્ધામાં સોની સેજલ, સુખડીયા ક્રિના તેમજ પરમાર પીન્ટુએ અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવ્યો હતો. જ્યારે નૃત્ય સ્પર્ધામાં પ્રથમ ક્રમ તલવાર નૃત્ય રજૂ કરનાર વિદ્યાર્થીઓએ મેળવ્યો હતો. ભારતના સાંપ્રત પ્રશ્નોની રજુઆત લઈને આવનાર બહેનોના આરંભ હૈ પ્રચંડ નૃત્ય ને દ્વિતીય ક્રમ મળેલો અને જયહો નૃત્યને તૃતીય સ્થાન મળ્યું હતું.

[google_ad]

 

વિજેતા તમામ વિદ્યાર્થીઓને લાયન્સ ક્લબ ઓફ ડીસાના પ્રમુખ લાયન હિતેશભાઈ એમ. પટેલ તેમજ મંત્રી લાયન સતિષભાઈ સી. શાહ અને તમામ લાયન સભ્યો દ્વારા ટ્રોફી અને ઇનામ આપીને સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં ડીસા કોલેજના 32 વિદ્યાર્થીઓએ ભાગ લઈને કાર્યક્રમને માણ્યો હતો.

From – Banaskantha Update


Share