ધાનેરા રેલ્વે ઓવરબ્રિજના લોકાર્પણના કલાકોમાં જ અંધારપટ છવાતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા

Share

ધાનેરા રેલ્વે ઓવરબ્રિજનું મંગળવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઇ-લોકાર્પણ કરી ઓવરબ્રિજને ખુલ્લો મૂક્યો હતો. જેને લઇને શહેરમાં ટ્રાફીકની સમસ્યાથી વાહનચાલકોને છૂટકારો મળ્યો છે.

[google_ad]

જોકે, લોકાર્પણના કલાકોમાં જ રેલ્વે ઓવરબ્રિજ પર નખાયેલી સ્ટ્રીટ લાઇટો ચાલુ ન થતાં અંધારપટ છવાયો હતો. નગરપાલિકા અને હાઇવે ઓથોરીટી વચ્ચે લાઇટ બીલ બાબતે સમજૂતી ન થતાં ઓવરબ્રિજની લાઇટો બંધ રહેતાં અવર-જવર કરતાં વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે.

[google_ad]

ધાનેરા શહેરમાં પ્રવેશતાં માર્ગ ઉપર રૂ. 31 કરોડના ખર્ચે નવિન બનેલ રેલ્વે ઓવરબ્રિજનું મંગળવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ ગાંધીનગરથી ઇ-લોકાર્પણ કરીને રેલ્વે ઓવરબ્રિજને ખુલ્લો મૂક્યો હતો.

[google_ad]

જેમાં લોકાર્પણના કલાકોમાં જ રેલ્વે ઓવરબ્રિજ પર નખાયેલી સ્ટ્રીટ લાઇટો ચાલુ ન થતાં અંધારપટ છવાયો હતો. ત્યારે નગરપાલિકા અને હાઇવે ઓથોરીટી વચ્ચે લાઇટ બીલ બાબતે સમજૂતી ન થતાં રેલ્વે ઓવરબ્રિજ પર નખાયેલી સ્ટ્રીટ લાઇટો ચાલુ ન થતાં અંધારપટ છવાતાં વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે. ઓવરબ્રિજ બુધવારની સવારથી જ સતત વિવાદના વંટોળમાં મૂકાયો છે.

 

From – Banaskantha Update


Share