ડીસામાં આવેલ ઇન્દીરાનગર સોસાયટીમાંથી જુગાર રમતા 8 શખ્સો ઝડપાયા

Share

ડીસાના ધૂળિયા કોટ વિસ્તારમાં આવેલ ઇન્દિરા નગર સોસાયટી ખાતે એલસીબીએ જુગાર રમતા આઠ શખ્સોની 57,410ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

[google_ad]

ડીસામાં શ્રાવણ માસના મહિનામાં જુગાર રમતા શખ્સો પર પોલીસે તબાહી મચાવી છે ત્યારે ગત મોડીરાત્રે બનાસકાંઠા એલસીબીને બાતમી મળી હતી કે ડીસાના ધુળીયા કોટ વિસ્તારમાં આવેલ ઇન્દિરા નગર સોસાયટીમાં ત્રણ પતિનો હાર જીતનો જુગાર રમી રમાડી રહ્યા છે.

Advt

[google_ad]

જેથી એલસીબીએ બાતમીના આધારે રેડ કરતા ઇન્દિરા નગર સોસાયટીમાંથી જુગાર રમતા આઠ શખ્સોને 57,410ના મુદામાલ સાથે ઝડપી પાડી ડીસા ઉત્તર પોલોસને સોંપી આ તમામ વિરુદ્ધ જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

ઝડપાયેલા આરોપીઓ:-

1. હરજીભાઈ અણદાભાઈ માળી રહે.ઇન્દીરાનગર, ધુડીયા કોટ, ડીસા
2. ભુરાભાઈ કરમશીભાઈ માળી રહે.ઇન્દીરાનગર, ધુડિયા કોટ, ડીસા
3. વિક્રમભાઈ હેમજીભાઈ માળી રહે.ઇન્દીરાનગર, ધુળીયા કોટ, ડીસા
4. પ્રકાશભાઈ હરજીભાઈ માળી રહે.ઇન્દિરાનગર, ધુલિયા કોટ, ડીસા
5. રાણાભાઇ રૂપશીભાઇ માળી રહે.ઇન્દીરાનગર, ધુલિયા કોટ, ડીસા
6. રૂડાભાઈ શીવાભાઈ માળી રહે.ઇન્દીરાનગર, ધુલિયા કોટ, ડીસા
7. મોતીભાઈ રત્નાભા માળી રહે.ભાભર શ્રીનાથ સોસાયટી, વાવ રોડ
8. રાજુભાઇ ભગવાનભાઇ માળી રહે.ભાભર નવા હાલ રહે. ઇન્દિરાનગર, ધુલિયા કોટ, ડીસા

 

From – Banaskantha Update


Share