પાલનપુરમાં ઇકો કારે પગપાળા જતા 7 શ્રદ્ધાળુઓને અડફેટે લીધા : 2ના મોત

Share

અમાસથી શરૂ થયેલા દશામાના વ્રતની આજે પૂર્ણાહુતિ છે. ત્યારે અનેક શ્રદ્ધાળુઓ શ્રદ્ધાભેર માતાજીનું વિસર્જન કરી રહ્યાં છે. ત્યારે શ્રદ્ધાના આ પ્રસંગમાં એક કરુણ ઘટના બની છે. પાલનપુર તાલુકા ગઢ મડાણા ગામે ઈકો કારે પગપાળા જતા શ્રદ્ધાળુઓને અડફેટે લેતા 2 લોકોના કરુણ મોત નિપજ્યા છે. તો સાથે જ 5 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે.

[google_ad]

પાલનપુર તાલુકા ગઢ મડાણા ગામે આ ઘટના બની હતી. દશામાતાના વ્રતનો અંતિમ દિવસ હોઈ શ્રદ્ધાળુઓ જાગરણ કરતા હોય છે. ત્યારે ગઢ મડાણા ગામે કેટલાક શ્રદ્ઘાળુઓ જાગરણ હોઈ ગઢ દશામાના મંદિરે પગપાળા જઈ રહ્યા હતા.

[google_ad]

ત્યારે એક ઈકો કારે પગપાળા જઈ રહેલા 7 શ્રદ્ઘાળુઓને અડફેટે લીધા હતા. મંદિર પાસેના તળાવ પાસે આવેલ મંદિર પાસે ઈકો કારે શ્રદ્ધાળુઓને કચડ્યા હતા. ઈકો કારે 7 શ્રદ્ધાળુઓને અડફેટે લીધા હતા, જેમાંથી 2 યાત્રિકોના મોત નિપજ્યા છે. તો બાકીના ઈજાગ્રસ્ત શ્રદ્ધાળુઓને સારવાર અર્થે પાલનપુર હોસ્પિટલમાં ખસેડાયા હતા.

[google_ad]

ઘટના બાદ ગઢ પોલીસે ઇકો ગાડીનો કબ્જો લઈ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, તંત્ર દ્વારા આદેશ કરવામાં આવ્યા હતા કે, દશામાની માટીની મૂર્તિ લાવી ઘરમાં જ વિસર્જન કરવામાં આવે છતાં મોટી સંખ્યામાં લોકો માતાજીના વિસર્જન કરવા બહાર નીકળ્યા હતા.

 

From – Banaskantha Update


Share