ધાનેરા તાલુકાના નાની ડુંગડોલ ગામમા પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જાઇ છે. અહીં રહેતા શ્રમિક પરિવારો પોતાના ખર્ચે રોજ ટેન્કર મંગાવી પાણીની તરસ છીપાવવા મજબુર છે. ગ્રામ પંચાયત બોર બનાવવામાં નિસફળ ગઈ છે જેથી આ સમસ્યા સર્જાય છે.

[google_ad]
ગ્રામજનોએ જણાવ્યું કે, પાણીના તળ ઊંડા જતા ભૂગર્ભમાંથી પાણી પીવા લાયક મળતું નથી. જેથી મીઠું પીવાના પાણી માટે નજીકના ખેતર કે અન્ય વિસ્તારમાંથી 500 રૂપિયાના ખર્ચે પાણીનું ટેન્કર લાવવું પડે છે.
[google_ad]
આ મામલે નાની ડુંગડોલ ગામના સરપંચ અંતરી બેનનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે “ગામમાં આવેલ બોરવેલમા ખારું તેમજ ગરમ પાણી આવે છે તે પાણી પીવાલાયક નથી જેથી ગામમાં રહેતા પરિવારો ટેન્કરના માધ્યમથી પાણી મેળવે છે. જે પરિવારો અતિ ગરીબ છે તેમને આર્થિક મદદ પણ કરવામાં આવે છે. આ સમસ્યા અંગે પાણી પુરવઠા વિભાગના જવાબદાર અધિકારી સાથે વાત કરવાનો સંપર્ક કરતા ફરજ પર કોઈ હાજર જોવા મળ્યું નહોતું.
From – Banaskantha Update