ડીસામાં વાલ્મીકી સમાજ દ્વારા દિલ્હીમાં દુષ્કર્મની ઘટનાના પગલે નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું

Share

તાજેતરમાં દિલ્હીમાં નાંગલ ગામની અનુસૂચિત જાતિની દિકરી પર નરાધમો દ્વારા આચરાયેલા દુષ્કર્મના પગલે સમગ્ર ભારતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.

[google_ad]

ત્યારે મંગળવારે ડીસામાં વાલ્મીકી સમાજ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં લેખિતમાં જણાવ્યું હતું કે, દિલ્હીમાં દિકરી પર થયેલા દુષ્કર્મના મામલે ડીસાના વાલ્મીકી સમાજ દ્વારા આક્રોશ યક્ત કરી આવેદનપત્ર આપ્યું હતું.

[google_ad]

અને દુષ્કર્મ આચરનાર આરોપીઓને ફાંસીની સજા આપવા સરકાર સમક્ષ માંગ કરી હતી. જ્યારે આવેદનપત્ર દિલ્હી સરકાર મુખ્ય પ્રધાન અને વડાપ્રધાન સુધી પહોંચાડી કાયદાકીય માંગણી કરાઇ છે.

From – Banaskantha Update

 


Share