ડીસાના વેળાવપુરામાં શ્રાવણિયો જુગાર રમતાં 8 શકુનિયો ઝડપાયા

Share

ડીસાના વેળાવપુરા ખાતે આવેલ ઠાકોરવાસમાં કેટલાંક શખ્સો જુગાર રમતાં હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે રેડ કરી રૂ. 29,420 ના મુદામાલ સાથે 8 શખ્સોની અટકાયત કરી જુગારધારા એક્ટ મુજબનો ગુનો નોંધ્યો છે.

[google|_ad]

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે જુગાર રમતાં શકુનિઓ સક્રિય થયા છે. બનાસકાંઠા જીલ્લાની પોલીસ દ્વારા જુગારને નાબૂદ કરવા માટે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે ડીસા તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ડીસા તાલુકા પોલીસને બાતમી મળી હતી કે, ડીસા તાલુકાના વેળાવપુરા ગામમાં આવેલા ઠાકોરવાસમાં તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમી રમાડી રહ્યા છે. ત્યારે ડીસા તાલુકા પોલીસે બાતમીના આધારે રેડ કરતાં વેળાવપુરા ખાતે આવેલ ઠાકોરવાસમાં ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઈટ નીચે કેટલાંક લોકો ગોળ કુંડાળું કરી તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. ત્યારે પોલીસે 8 શખ્સોને કોર્ડન કરી રૂ. 29,420 ના મુદામાલ જપ્ત કર્યો હતો.આ અંગે ડીસા તાલુકા પોલીસે 8 શખ્સો સામે જુગારધારા એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

ઝડપાયેલા શખ્સો

(1) જગતસિંહ પુનમસિંહ જાદવ (રહે. ઠાકોરવાસ, વેળાવપુરા, ડીસા)
(2) સુઝુસિંહ ધુડાજી જાદવ (રહે. ઠાકોરવાસ, વેળાવપુરા, ડીસા)
(3) વિજયસિંગ સોનસિંગ જાદવ (રહે. મોટાવાસ, સમૌ-મોટા, ડીસા)
(4) સવસિંગ ડુંગરજી જાદવ (રહે. ઠાકોરવાસ, વેળાવપુરા, ડીસા)
(5) આમીનભાઈ જમાલભાઈ સુમરા (રહે.સુમરાવાસ,સમાઉ મોટા, ડીસા)
(6) મોઘસિંહ શિવુજી જાદવ (રહે. ઠાકોરવાસ, વેળાવપુરા,ડીસા)
(7) ગુલાબસિંહ જેતુજી જાદવ (રહે. ઠાકોરવાસ, વેળાવપુરા, ડીસા)
(8) પ્રવિણસિંહ ધુડાજી જાદવ (રહે. ઠાકોરવાસ, વેળાવપુરા, ડીસા)

From – Banaskantha Update 


Share