થરાદમાંથી 123 ઘેટાં ભરેલી ખીચોખીચ ટ્રક ઝડપાઇ : જીવદયાપ્રેમીઓએ અબોલ જીવોને બચાવી નવજીવન બક્ષ્યું

Share

થરાદ-વાવ હાઇવે પરથી પસાર થતી ટ્રકને રવિવારે જીવદયાપ્રેમીઓએ ઝડપી પોલીસને જાણ કરવામાં આવતાં ટ્રકને મથકમાં લાવી તેમાં તપાસ કરતાં 123 ઘેટાં ભરેલાં જણાઇ આવ્યા હતા. થરાદના જીવદયાપ્રેમીઓને વાવ તરફથી ઘેટાં ભરીને એક ટ્રક થરાદ તરફ આવી રહી હોવાની ખાનગી બાતમી મળી હતી. આથી તેમણે આ અંગે પોલીસને જાણ કરી હતી. બીજી બાજુ થરાદ મથકના પોલીસ કર્મચારીઓ મહેબુબખાન અનવરખાન, નરેશભાઇ ધરમાભાઇ અને પી.એસ.આઇ. સાથે ટાઉન વિસ્તારમાં રેફરલ ત્રણ રસ્તા પાસે વાહન ચેકીંગ કરતા હતા.

[google_ad]

આ વખતે પોલીસે આવેલી GJ-24-V-6599 નંબરની ટ્રકમાં બેઠેલા છ શખ્સો પૈકી ચાલકને ટ્રકમાં શું ભરેલ છે અને ક્યાંથી ક્યાં લઇ જાઓ છો તેમ પૂછતાં તેણે ચારણકા ગામેથી ઘેટાં ભરેલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે ટ્રકમાં તપાસ કરતાં ઘાસચારા પાણીની વ્યવસ્થા કરેલ ન હતી.

[google_ad]

માળમાં ખીચોખીચ અબોલ જીવો ભરેલા જણાતાં પોલીસ મથકમાં ટ્રક લવાઇ હતી. જ્યાં પરમીટ માંગતા ન હોવાનું જણાવ્યું હતું. પોલીસે ગણતરી કરતાં નાના 13 અને મોટા 110 મળીને કુલ 123 જીવ મળી આવ્યા હતા. પોલીસે રૂ. 1,16,500 ના ઘેટાં કબજે લઇ જાળવણી અર્થે તમામ પશુઓને શ્રી રાજપુર ડીસા પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા. આ અંગે થરાદ પોલીસે 4 લાખની ટ્રક સહીત રૂ. 5,16,500 નો મુદ્દામાલ કબજે લઇ છ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.

[google_ad]

 

ઝડપાયેલા શખ્સો સામે ફરિયાદ

(૧) શરીફખાન અમરાખાન સિંધી (રહે.ખોખા, તા. બાગોડા, જી.ઝાલોર)
(૨) સલીમખાન હાસમખાન સિંધી (રહે.ખોખા, તા.બાગોડા, જી.ઝાલોર)
(૩) બરકતખાન શેરૂખાન સિંધી (રહે.ખોખા, તા.બાગોડા, જી.ઝાલોર)
(૪) હંસરાજ શ્રીરામ ગુર્જર (રહે.દેવતા, તા.ખેતડી, જી.જૂનુજૂનુ-રાજસ્થાન)
(૫) મોદલખાન મીરખાન સિંધી (રહે.ખોખા, તા.બાગોડા, જી.ઝાલોર)
(૬) લાખારામ જગમાલારામ રબારી (રહે.ચોટીલા, તા. શિવગંજ, જી.ઝાલોર-રાજસ્થાન)

From – Banaskantha Update


Share