ગુજરાત સરકાર દ્વારા કેનાલ મારફતે સિંચાઇ માટે પાણી નહીં મળે તેવી નાયબ મુખ્યમંત્રીની જાહેરાતથી રાષ્ટ્રીય કિસાન સંગઠને લાખણીમાં વિરોધ કર્યો

Share

બનાસકાંઠા જીલ્લો એટલે પાકિસ્તાન અને રાજસ્થાન બોર્ડરને અડીને આવેલ અતિ પછાત જીલ્લો છે. જીલ્લામાં વરસાદ અનિયમિત થાય છે. બનાસકાંઠા જીલ્લામાં વર્ષે-2015 થી વર્ષ-2021 સુધી સતત કુદરતી આફતોનો સામનો કરવો પડે છે. મોંઘવારીના ખપ્પરમાં ફસાયેલા ખેડૂતો હવે કુદરતી આફતોથી મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે. ચાલુ વર્ષે જીલ્લામાં વરસાદ 7 ટકા કરતાં ઓછો થયો છે અને ખેડૂતો દ્વારા મોંઘવારીના સમયમાં મોઘું બિયારણ, ખાતર અને ખેડ કરી વાવણી કરી હતી. પરંતુ પાક વરસાદ વિના નિષ્ફળ ગયો છે અને થોડો ઘણો બચેલો પાક બચાવવા ખેડૂતો કાગના ડોળે વરસાદની રાહ જોઈ બેઠા છે.

[google_ad]

બીજીબાજુ ભારત સરકાર વર્ષ-2022માં ખેડૂતોની આવક ડબલ કરવાના દાવા કરે છે અને મુખ્યમંત્રી સિંચાઇ માટે નહેર મારફતે પાણી આપી પાક બચાવવાની જાહેરાત કરી છે. જા કે, નાયબ મુખ્યમંત્રી પ્રેસ કોન્ફરસમાં આવી જાહેરાત કરે છે કે, સિંચાઇ માટે પાણી આપી શકાય નહીં.

[google_ad]

જેથી સરકાર ખેડૂતોને મુર્ખ સમજી મશ્કરી કરી રહી છે. જેથી રાષ્ટ્રીય કિસાન સંગઠન-બનાસકાંઠા જીલ્લા યુવા પ્રમુખ દોલાભાઇ ખાગડાની આગેવાની હેઠળ રાષ્ટ્રીય કિસાન સંગઠન-લાખણી તાલુકા દ્વારા સુજલામ્‌-સુફલામ્‌ નહેરમાં ઘણા અને આજુબાજુના તમામ ગામના 500 કરતાં વધુ ખેડૂતો કેનાલમાં સોમવારે મીણબતી જલાવી જૂઠ્ઠી સરકાર જૂઠ્ઠા વાયદાના સૂત્રોચ્ચાર સાથે સરકારના નિર્ણયનો વિરોધ કરી સુજલામ્‌-સુફલામ્‌ નહેરમાં પાણી આપો નહીંતર ખુરશી ખાલી કરોના સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો.

From – Banaskantha Update


Share