બનાસકાંઠાની સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ ચાંગા પમ્પિંગ સ્ટેશનનો ઘેરાવ કર્યો

Share

બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદ હોવાના કારણે પાણીની તીવ્ર અછત સર્જાય છે. પાણીના તળ ઊંડા જતા રહેતા હવે સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માંગ સાથે આજે ખેડૂતોએ ચાંગા પમ્પિંગ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો.

[google_ad]

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 3 વર્ષથી સતત વરસાદ ઘટી રહ્યો છે આ વખતે તો સીઝનનો માત્ર 28 ટકા જેટલો વરસાદ થયો છે તેમાંય વળી થરાદ, વાવ, દિયોદર, ભાભર અને લાખણી પંથકમાં તો નહીંવત જેટલો જ વરસાદ થયો છે. સતત થઇ રહેલા ઓછા વરસાદના કારણે આ વિસ્તારમાં પાણીના તળ વધુ ઊંડા પહોંચી ગયા છે જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે તો ઠીક પરંતુ પીવાના પાણીના ફાંફા પડી રહ્યા છે.

[google_ad]

સરકારે આ વિસ્તારમાં ખેડૂતોને ફાયદો થાય તે માટે સુજલામ સુફલામ કેનાલ બનાવી છે જે કેનાલ બનાસકાંઠા જિલ્લાના 5 તાલુકાઓમાં થઈને પસાર થાય છે જો કેનાલમાં પાણી છોડવામાં આવે આજુબાજુના વિસ્તારમાં પાણીના તળ ઉંચા આવે અને ખેડૂતોને સિંચાઈ માટે પાણી પણ મળી રહે જે માટે સ્થાનિક ખેડૂતોએ વારંવાર રજૂઆત કરી હતી.

[google_ad]

જોકે, ત્યારબાદ મુખ્યમંત્રીએ પણ તમામ કેનાલમાં પાણી છોડવાની જાહેરાત કરી હતી. પરંતુ હજુ સુધી પાણી છોડવામાં ના આવતા આજે મોટા ભાગના ખેડૂતોએ ચાંગા પમ્પિંગ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો અને તાત્કાલિક આ કેનાલમાં પાણી છોડવાની માંગ કરી હતી.

 

From – Banaskantha Update


Share