ડીસામાં કોઇ અજાણ્યા શખ્સોએ ગાય ઉપર એસિડ ફેંકતાં જીવદયાપ્રેમીઓમાં રોષ ભભૂક્યો

Share

ડીસામાં ગાય ઉપર કોઇ અજાણ્યા શખ્સોએ એસિડ ફેંકતાં જીવદયાપ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. જેમાં કોઇ અજાણ્યા શખ્સોએ ગાય ઉપર એસિડ પ્રવાહી ફેંકતાં ચામડી બળીને ખાખ થઇ હતી. જેમાં જીવદયાપ્રેમીઓએ સોમવારે જય જલીયાણ ગૌશાળાને જાણ કરતાં ગૌશાળાની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગાયને ગૌશાળામાં લાવીને સારવાર શરૂ કરી હતી.

[google_ad]

હાલમાં પવિત્ર હીન્દુઓ માટે શ્રાવણ માસ ચાલુ છે અને હીન્દુઓ માટે ગાય માતાનું સ્થાન મળેલ છે. ત્યારે ડીસા શહેરની ડીમ્પલ ટોકીઝ વિસ્તારમાં ગાય પર કોઇ અજાણ્યા શખ્સોએ એસિડ ફેંકતાં જીવદયાપ્રેમીઓમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે.

[google_ad]

ગાય ઉપર એસિડ પ્રવાહી ફેંકતાં ચામડી બળીને ખાખ થઇ ગઇ હતી. જેમાં સોમવારે જીવદયાપ્રેમીઓએ જય જલીયાણ ગૌશાળાને જાણ કરી હતી. ગૌશાળાની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગાયને ગૌશાળામાં લાવીને સારવાર શરૂ કરી હતી. જ્યારે કોઇ નરાધમે ગૌમાતા ઉપર એસિડ પ્રવાહી ફેંક્યું છે. આવું કૃત્ય કરનારને કડકમાં કડક સજા થવી જાઇએ તેવી લોકમાંગ ઉઠી. ગૌ માતા ઉપર હેવાનિયત ભર્યું કૃત્ય કરનારને કદાપિ બક્ષી ન શકાય તેમ છે.

 

From – Banaskantha Update


Share