ચિત્રાસણી નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને એલ.સી.બી. પોલીસે ઝડપ્યો

Share

ચિત્રાસણી નજીક સોમવારે એલ.સી.બી. પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. જેમાં વિદેશી દારૂની બોટલ નંગ-513, મોબાઇલ નંગ-2 અને વોલ્સ વેગન કાર સાથે કુલ કિંમત રૂ. 5,01,960નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે પાલનપુર તાલુકા પોલીસે શખ્સ સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

Advt

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર એલ.સી.બી. પોલીસના સ્ટાફના માણસો સોમવારે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે અમીરગઢ તરફથી એક વોલ્સ વેગન કાર નં. RJ-38-CA-0178માં વિદેશી દારૂ ભરી ચિત્રાસણી તરફ આવનારની છે તેવી પોલીસને બાતમી મળી હતી.

[google_ad]

જે બાતમીના આધારે ચિત્રાસણી ગામ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન કાર ઝડપી પાડી ગાડીમાં વિદેશી દારૂની બોટલ નંગ-513 કિંમત રૂ. 91,460 મોબાઇલ નંગ-2 કિંમત રૂ.10,500 અને વોલ્સ વેગન કાર કિંમત રૂ. 4,00,000 સાથે કુલ કિંમત રૂ. 5,01,960નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે ગાડીનો ચાલક કમલેશભાઇ રૂપચંદભાઇ પ્રજાપતિ (રહે. સાતપુર, તા. આબુ રોડ, રાજસ્થાન) વાળા સામે પાલનપુર તાલુકા પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share