ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રેલરનો ડ્રાઈવર ફસાયો, મહામુસીબતે બહાર કાઢી સારવાર માટે ખસેડાયો

Share

સોમવારની વહેલી સવારે પાટણ-ચાણસ્મા હાઈવે પરના મહેમદપુર ગામ પાસેનાં મહા-લક્ષ્મી પેટ્રોલપંપ નજીક રાજસ્થાન તરફથી આવી રહેલ ટેઈલર અને ચાણસ્મા તરફથી આવી રહેલ ટ્રક સામ સામે ટકરાતા અકસ્માત સજૉતા અફડા તફડી મચી જવા પામી હતી.

[google_ad]

બનાવની મળતી હકીકત મુજબ સોમવારની વહેલી સવારે 6 કલાકનાં અરસામાં ચાણસ્મા તરફથી આવી રહેલી ટ્રક અને રાજસ્થાન તરફથી આવી રહેલ ટ્રેઈલર વચ્ચે મહેમદપુર ગામ નજીકનાં મહાલક્ષ્મી પેટ્રોલપંપ નજીક હાઇવે પર ધડાકાભેર અકસ્માત સજૉયો હતો.

[google_ad]

અકસ્માતના પગલે આજુ બાજુનાં ખેતરમાં કામ કરી રહેલા લોકો દોડી આવ્યા હતા અને 108ને કોલ કરી જાણ કરતા પાટણની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવીને અકસ્માત ઇજાગ્રસ્ત ટેઈલરના ડ્રાઈવર નરેન્દ્રસિંહ મદારસિહ રાજપૂતનો એક પગ બ્રેક પેડલ સ્ટેરીગમાં ફસાયેલા હતો.

Advt

[google_ad]

જેને એમ્બ્યુલન્સમાં રહેલા સાધન (Extrication kit)ની મદદથી પતરુ કાપી બોલ્ટ કટરથી એકસો બ્લેડથી સીટ કાપી મોટી કોસથી સ્ટેરીગ વાળીને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ પગ બહાર નિકળ્યો ન હતો ત્યારે આ સમયે પોતાના વતનથી ફરજ પર જતા પાટણ જીલ્લા ટ્રાફિકમાં ફરજ બજાવતા ડ્રાઈવર લખુભા કુવરજી ઝાલાએ 108ને મદદરૂપ બનવા પાટણ ચામુંડા ક્રેન વાળાને તાબડતોડ ધટના સ્થળે બોલાવી ક્રેનની મદદથી સાવધાની પૂર્વક ફસાયેલા ડ્રાઈવરના પગને બહાર કાઢી 108 દ્વારા એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

 

From – Banaskantha Update


Share