ડીસામાં યોજાયેલ જન આશીર્વાદ યાત્રા બની સ્થાનિકો માટે અભિશાપ – વિજય દવે, ડીસા નગરસેવક

Share

બનાસકાંઠા જીલ્લામાં પણ સોમવારે જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે અંબે માંના દર્શન કરી નીકળેલી આ યાત્રા પાલનપુર ,ડીસા થઈ પાટણ તરફ રવાના થઈ હતી. કોરોના મહામારી વચ્ચે નીકળેલી આ યાત્રામાં સોશ્યલ ડિસ્ટનસ અને ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડયા હતા.

[google_ad]

 

ગુજરાત સરકાર દ્વારા આશીર્વાદ યાત્રાનું બનાસકાંઠા જીલ્લામાં પણ આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ સહિત ભાજપના આગેવાનોએ સોમવારે વહેલી સવારે અંબાજી ખાતે માં અંબાના દર્શન કરી આ યાત્રાનો શુભારંભ કર્યો હતો. અંબાજી બાદ પાલનપુર અને ડીસા ખાતે મંત્રી દેવસિંહની અધ્યક્ષતામાં બાઇક રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

[google_ad]

એક તરફ કોરોના મહામારીની ત્રીજી લહેરની દહેશત સેવાઇ રહી છે. ત્યારે બીજી તરફ ફરી એકવાર સરકાર દ્વારા યાત્રાનું આયોજન કરતા સોશ્યલ ડિસ્ટનસનો સદંતર અભાવ જોવા મળ્યો હતો. આશીર્વાદ યાત્રામાં 500 થી પણ વધુ લોકો એકઠા થયા હતા. જેથી સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયા હતા તો બીજી તરફ ડીસા ખાતે યોજાયેલી બાઇક રેલીમાં પણ ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડયા હતા, પોલીસની હાજરી અને બંદોબસ્ત વચ્ચે નીકળેલી આ આશીર્વાદ યાત્રામાં યોજાયેલ બાઈક રેલીમાં એકપણ બાઈક ચાલકે હેલ્મેટ પહેર્યું ન હતું.

[google_ad]

જેથી પોલીસની હાજરીમાં જ ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડયા હતા, ઉલ્લેખનીય છે કે, એક તરફ માસ્ક વગર કે હેલ્મેટ વગર નીકળતા લોકોને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવે છે ત્યારે બીજી તરફ ભાજપ સરકારના આવા તાયફાઓમાં સદંતર ટ્રાફિકના નિયમો અને સોશ્યલ ડિસ્ટન્સ ના લિરે લીરા ઉડયા હોવા છતાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી ન થતા લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.

 

From – Banaskantha Update


Share