પાટણમાં રાધનપુર-કમાલપુર સબ બ્રાન્ચ કેનાલમાં ટ્રેક્ટર કેનાલમાં ખાબક્યો : ચાલક મહા-મુસીબતે બહાર નીકળી જતા જીવ બચ્યો

Share

રાધનપુર-કમાલપુર નજીક કેનાલમાં ટ્રેકટર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેકટર સાથે કેનાલમાં ખાબકયો હતો. સદનસીબે ટ્રેક્ટર ચાલક બહાર આવી જતાં તેનો બચાવ થયો હતો. ઘટનાના પગલે લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા.

[google_ad]

રાધનપુર-કમાલપુર બ્રાન્ચ કેનાલ કેનાલ નજીક ટ્રેકટર ચાલક પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ટ્રેક્ટર પૂરઝડપે વાહન ચાલક દ્વારા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેક્ટર બેકાબૂ બન્યું હતું અને પુર ઝડપે ટ્રેક્ટર સીધુ કેનાલમાં ખાબકયું હતું. ટ્રેક્ટર અંદર પડતા સતત ટ્રેક્ટર ચાલકએ સતર્ક બની બહાર નીકળી જતાં તેનો બચાવ થવા પામ્યો હતો. પરંતુ ટ્રેક્ટર કેનાલમાં અંદર ડૂબી જતાં આસપાસના લોકો એકત્ર થઇને ટ્રેક્ટર બહાર કાઢવા માટે પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે.

From – Banaskantha Update

 


Share