શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ-અંબાજી દ્વારા દાતાઓના સહયોગથી 1,50,000 રક્ષા પોટલી, 1,500 કંકુપડા અને 400 સાડી ગુજરાત રાજ્યના જીલ્લાઓમાં મોકલાશે

Share

એક સમયે દેવતાઓ અને રાક્ષસો વચ્ચે યુધ્ધ શરૂ થયું હતું. યુધ્ધમાં હારના પરિણામ રૂપે દેવતાઓએ યુધ્ધમાં તેમનો સત્તાવાર રાજ્ય સાથે બધુ જ ગુમાવ્યું હતું. સંપત્તિ અને રાજ્ય પાછું મેળવવા ઇચ્છતા દેવરાજ ઇન્દ્રએ દેવગુરૂ બૃહસ્પતિની મદદ માટે પ્રયાસો શરૂ કર્યાં હતા. શ્રાવણ માસની પૂર્ણિમાની સવારે ભગવાન બૃહસ્પતિએ મંત્ર સાથે રક્ષા કરવાનું વચન આપ્યું હતું.

[google_ad]

‘યેન બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ, તેમ તમ્ભવવિધ્નમિ રક્ષે મા ચલ મા ચલ’ ઇંદ્રાણીએ આ પૂજામાંથી નીકળેલ સૂત્ર ઇન્દ્રના હાથ પર બાંધી દીધું હતું. જેના કારણે ઇન્દ્રને યુધ્ધમાં વિજય મળ્યો હતો અને તેમનો ગુમાવેલો રાજપાઠ ફરીથી પાછો મળ્યો ત્યારથી રક્ષાબંધનનો ઉત્સવ ઉજવવામાં આવે છે.

[google_ad]

ભારતભરમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન ઉત્સવ ઉજવવામાં આવે છે કે, જેમાં બધી બહેનો તેમના ભાઇના કાંડા પર રાખડી બાંધે છે. ભાઇ તેમની બહેનોને કંઇક ઉપહાર આપે છે અને તેમનું પુરા જીવન રક્ષા કરવાનું વચન આપે છે. રક્ષાબંધન એ ભાઇ-બહેનનો તહેવાર હોય એટલું સીમીત રહ્યું નથી પણ સમાજના લોકો પણ ભાઇચારાના પ્રતિક સ્વરૂપે રાખડી બાંધતા હોય છે.

[google_ad]

ભારત વર્ષમાં નગરવાસી, ગ્રામવાસી અને વનવાસી સમાજ આવેલો છે. આ વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાએ ગુજરાત રાજ્યના અંબાજીથી ઉમરગામની પટ્ટીમાં 14 જીલ્લામાં વનવાસી સમાજ આવેલો છે. તેમના અંદાજે 1500 જેટલાં ગામમાં જનજાતિ કલ્યાણ આશ્રમ-ગુજરાત પ્રાંત દ્વારા શિક્ષા આયામ, મહીલા આયામ, આરોગ્ય રક્ષકની બહેનો અને જનજાતિ કલ્યાણ આશ્રમના કાર્યકરો ભાઇ-બહેન જે ગામમાં બાલ સંસ્કાર કેન્દ્ર ચાલતું હશે તે ગામના બાળકના વાલીઓને બોલાવી ભેગા કરી રક્ષાબંધન પૂર્વની સમજ આપી રાખડી બાંધશે.

[google_ad]

જે ગામમાં જનજાતિ કલ્યાણ આશ્રમના સેવાકીય પ્રકલ્પ ચાલતાં હશે ત્યાં ગામના લોકોને ભેગા કરી રાખડી બાંધશે. બાકીના સંપર્કીત હોય તેવા ગામમાં જઇને સમાજના વનબંધુ ભાઇ-બહેનને રાખડી બાંધી રક્ષાબંધન ઉત્સવ મનાવશે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ-અંબાજી દ્વારા કોરોના મહામારીમાં બનાસકાંઠા જીલ્લાના દાંતા અને અમીરગઢ તાલુકામાં દવાખાનામાં દવાઓ, ઓક્ષિજન વ્યવસ્થા, આયુર્વેદીક ઉકાળા અને ભોજન જેવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી છે.

[google_ad]

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ-અંબાજી દ્વારા દાતાઓના સહયોગથી માં અંબેના આશિર્વાદ સ્વરૂપે કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેરમાં સમાજના બંધુઓની માં અંબે રક્ષા કરે એ માટે હાથ પર બાંધવા માટે 1,50,000 રક્ષા પોટલી, તિલક કરવા માટે 1500 કંકુપડા અને માં અંબેના આશિર્વાદ સ્વરૂપે શિક્ષા આયામ, મહીલા આયામ અને આરોગ્ય રક્ષકની બહેનો માટે 400 સાડી ગુજરાત રાજ્યના જીલ્લાઓમાં મોકલવામાં આવશે.

[google_ad]

રક્ષાબંધન ઉત્સવના પ્રતિક સ્વરૂપે બનાસકાંઠા જીલ્લાની જનજાતિ સમાજની 5 દીકરીઓ પોતાના પારંપારીક પોષાકમાં કલેક્ટર, વહીવટદાર અને આર્થિક સહયોગ દાતાઓને રાખડી બાંધશે. જનજાતિ સમાજની બહેનો ગામે-ગામ જઇને સમાજમાં કોરોના રસીકરણથી માહીતગાર કરી રસી લેવા સમજાવશે.

 

From – Banaskantha Update


Share