પાટણ-ચાણસ્મા હાઇવે કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો : 2 વર્ષની બાળકી સહિત એક જ પરિવારના 3 ના મોત

Share

પાટણ-ચાણસ્મા હાઇવે ઉપર લણવા ગામ નજીક દૂધ ભરેલા ટેન્કર અને સુરતથી મેથાણિયા ગામે સીમંતના પ્રસંગમાં આવેલા પરિવારની કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમા સવાર પાંચ પૈકી બે વર્ષની બાળકી સહિત એક જ પરિવારનાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા.

[google_ad]

પાટણ-મહેસાણા હાઈવે ઉપર ગુરુવારે સવારે સુરતથી મેથાણિયા ગામે સીમંત પ્રસંગમાં હાજરી આપવા આવેલા પરિવારની કાર અને ચાણસ્મા તરફથી મહેસાણા તરફ જઈ રહેલા દૂધ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર બે વર્ષની બાળકી સહિત એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થતાં થોડા સમય માટે ટ્રાફીકજામ થઇ જવા પામ્યો હતો. ઘટનાને પગલે પોલીસને 108 ને જાણ કરતાં ઇજાગ્રસ્ત લોકોને નજીકમાં આવેલા લણવા સી.એસ.સી. સેન્ટરમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે હાલમાં ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. વધુ વિગતો હાલમાં બહાર આવી નથી.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, અકસ્માતનો ભોગ બનેલો પરિવાર ગઇકાલે સુરતથી મેથાણિયા ગામમાં પ્રસંગમાં હાજરી આવ્યો હતો અને આજે કંઇક ચીજ-વસ્તુ લેવા જતાં પરિવારની કારને ટેન્કરે ટક્કર મારતાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. ત્રણ લોકોના મોતની વાત વાયુવેગે ગામમાં પ્રસરી ગઇ હતી, જેથી ગ્રામજનોને પરિવારનાં સ્નેહીજનો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા અને તાત્કાલીક વધુ સારવાર માટે લોકોને મહેસાણા ખાતે રીફર કરવામાં આવ્યા હતા. દુઃખદ ઘટનાને લઇ સમગ્ર ગામમાં દુઃખની લાગણી પ્રસરી ગઇ હતી.

[google_ad]

આ અકસ્માતની જાણ પાટણ જીલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાને થતાં તેઓ પણ પોલીસ સ્ટાફ સાથે તાત્કાલીક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મૃતકોને પી.એમ. અર્થે ખસેડવા સહીત ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

[google_ad]

આ અંગે માહિતી આપતાં ડો.રબારીએ જણાવ્યું હતું કે, મૃતકોમાં ત્રણ વર્ષની એક બાળકી અને 35 વર્ષ તથા 40 વર્ષની બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. મૃત્યુ પામનારી વ્યક્તિઓને માથાના ભાગે ગંભીર ઈજા થવાને કારણે તેમના મોત થયા હતા. મૃતકોમાં જૈમિન તળશીભાઇ પટેલ તેમની દીકરી ખુશી જૈમિનભાઈ પટેલ અને આશિષ મનુભાઈ પટેલનો સમાવેશ થાય છે.

[google_ad]

 

અકસ્માતમાં મૃત્યુ પામેલા પરિવારના મોભી અને ગામના સરપંચ તુલસીભાઈ પટેલે જણાવ્યું હતું કે, પોતનો પુત્ર પરિવાર સાથે સુરત ડેરી ચલાવે છે અને મેથાણીયા ગામે સામાજીક આ પ્રસંગે સુરતથી ગઈકાલે જ પરિવાર સાથે આવ્યો હતો અને ગુરુવારે સવારે પરિવારના કામ માટે તે પોતાની ગાડી લઈને મેથણીયા ગામેથી વસ્તુ લેવા લણવા તરફ જઈ રહ્યો હતો. લણવા તરફ જતાં તેની કાર સાથે સામેથી પૂરઝડપે આવી રહેલુ દૂધનું ટેન્કર અથડાતાં મારા દીકરાનું તેમજ તેની માસૂમ દીકરી સહીત અન્ય એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું. તો મારા દીકરાના દીકરાને તેમ જ અન્ય એક વ્યકિતને ગંભીર ઇજા થતાં તેમને સારવાર અર્થે મહેસાણા ખસેડવામાં આવ્યા છે.

[google_ad]

 

અકસ્માતમાં મૃતકોના નામ

જૈમીનકુમાર તળશીભાઇ પટેલ (ઉ.વ. આ. 36)
ખુશીબેન જયમિનભાઇ પટેલ (ઉ.વ. આ. 2)
આશિષકુમાર મનુભાઇ પટેલ (ઉ.વ. આ. 40)

ઇજાગ્રસ્તોના નામ

મેહુલ રતિલાલ પટેલ (ઉ.વ. આ. 23)
પિયુષકુમાર પ્રવિણભાઇ પટેલ (ઉ.વ. આ. 25)
જૈનીલ આશિષકુમાર પટેલ (ઉ.વ. આ. 7)

[google_ad]

 

ચાણસ્માથી મહેસાણા હાઇવે એક જ વર્ષમાં સામાન્ય વર્ષમાં તૂટી જવા પામ્યો છે. છેલ્લા ચાર માસમાં જ રસ્તાઓ પર ખાડાઓ અને કપચીઓ ઉખડવાના કારણે બિસ્માર રોડને લઈ નાના-મોટા અકસ્માતોની વણઝારમાં નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે. ગણતરીના માસમાં જ ચાર જીવલેણ અકસ્માતોમાં 7 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. સત્વરે રોડની મરામત કરી યોગ્ય રોડ બનાવવા વાહન ચાલકોની માંગ ઉઠી છે.

[google_ad]

 

અકસ્માત સર્જી ચાલક ટેન્કર લઈ ફરાર થઈ ગયો હતો. ઘટના મામલે ચાણસ્મા પી.એસ.આઇ આર.ડી. મકવાણાએ જણાવ્યું હતું કે, ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરી મૃતકોનું પી.એમ. કરાવીને મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. ટેન્કર ચાલક ફરાર હોઈ શોધખોળ હાથ ધરાઈ છે.

 

From – Banaskantha Update


Share