પાલનપુરમાં જીલ્લાકક્ષાના 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં મંત્રીના હસ્તે ધ્વજવંદન કરાશે

Share

પાલનપુર મુકામે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તા. 15મી ઓગષ્ટના રોજ સવારે 9:00 કલાકે જીલ્લાકક્ષાના 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઇ આહીરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે.

[google_ad]

કોવિડ-19ની ગાઇડલાઇન સાથે ગરિમાપૂર્ણ રીતે આ રાષ્ટ્રીય મહાપર્વની ઉજવણી કરવામાં આવશે. ધ્વજવંદન, હર્ષ ધ્વની, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન અને રાષ્ટ્રીય ગાન સહીત કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમની તમામ તૈયારીઓ બાદ શુક્રવારે બનાસકાંઠા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટર આનંદ પટેલની ઉપસ્થિતિમાં રીહર્સલ કરાયું હતું.

[google_ad]

આ રીહર્સલમાં જીલ્લા વિકાસ અધિકારી સ્વન્પીલ ખરે, પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ, નાયબ વન સંરક્ષક અભયસિંહ, નિવાસી અધિક કલેક્ટર એ.ટી. પટેલ, કાર્યપાલક ઇજનેર એમ.એમ.પંડયા, પ્રાંત અધિકારી એસ. ડી. ગિલવા, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર સહીત વિવિધ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

From – Banaskantha Update


Share