બનાસકાંઠા જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ઓગષ્ટ માસના તહેવારોને અનુલક્ષી હથિયારબંધી અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

Share

ઓગષ્ટ માસમાં 15મી ઓગષ્ટ, પતેતી, મોહરમ, રક્ષાબંધન, શિતળા સાતમ અને જન્માષ્ટમીના તહેવારો આવતાં હોઇ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973ની કલમ-144 અને જી.પી. એક્ટ કલમ-37 (1) મુજબ હથિયારબંધી અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષક-બનાસકાંઠા દ્વારા તા. 29/07/2021ના પત્રથી વિનંતી કરેલ છે. આ સમયગાળા દરમિયાન બનાસકાંઠા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને કોઇ જાનમાલને નુકશાન ન થાય તે હેતુથી સમગ્ર જીલ્લામાં નીચે જણાવેલ કૃત્યોની મનાઇ કરવાનું જરૂરી લાગે છે.

[google_ad]

 

File Photo

 

બનાસકંઠા જીલ્લા મેજીસ્ટ્રેટ આનંદ પટેલ (આઇ.એ.એસ.)-પાલનપુરને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-(37) (1)થી મળેલ સત્તાની રૂએ બનાસકાંઠા જીલ્લામાં નીચે મુજબના કૃત્યો કરવાની મનાઇ ફરમાવવામાં આવી છે.

[google_ad]

Advt

(1) શસ્ત્રો દંડા, તલવાર, ભાલા, સોટી, બંદૂક, ખંજર તથા કોઇપણ જાતના ચપ્પુ જે અઢી ઇંચથી વધારે લાંબુ છેડેથી અણીવાળુ પાનુ હોઇ તેવા ચપ્પાળ સાથે રાખી ફરવાની તેમજ લાકડી અથવા લાઠી અથવા શારિરીક ઇજા પહોંચાડવામાં ઉપયોગી થઇ શકે તેવી બીજી કોઇ ચીજો લઇ જવાની મનાઇ.
(2) શરીરે હાનીકારક હોય તેવો કોઇપણ સ્ફોટક પદાર્થ લઇ જવાની.
(3) પથ્થરો અથવા બીજા શસ્ત્રો અથવા ફેંકવાના અથવા નાખવાના યંત્રો અથવા સાધનો લઇ જવાની, એકઠા કરવાની તથા તૈયાર કરવાની.

(4) સળગતી અગર સળગાવેલી મશાલ સરઘસ સાથે રાખવાની.
(5) વ્યક્તિ અથવા તેના શબ અથવા આકૃત્રિઓ અથવા પુતળા દેખાડવાની.

(6) જે છટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલો કરવાની ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબર અથવા પદાર્થ અથવા વસ્તુઓ તૈયાર કરવાની, દેખાવાની અથવા ફેલાવો કરવાની અથવા અધિકારીઓના અભિપ્રાય પ્રમાણે સુરૂચિ અથવા નીતિનો ભંગ થતો હોય અથવા તેનાથી રાજ્યની સલામતિ જોખમાતી હોય અથવા જેના પરિણામે રાજ્ય ઉથળી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણ આપવાની તથા ચાળા વગેરે કરવાની અને તેના ચિન્હો, નિશાનીઓ વગેરે તૈયાર કરવાની દેખાડવાની અથવા ફેલાવો કરવાની.
આ જાહેરનામું તા.14/08/2021 થી તા.31/08/2021 સુધી અમલમાં રહેશે.

 

From – Banaskantha Update


Share