ડીસા આખોલ ચાર રસ્તા પાસે બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત : 3 લોકોને ગંભીર ઈજાઓ

Share

ડીસાના આખોલ ચાર રસ્તા પાસે પસાર થઇ રહેલ તુફાન ગાડી અને મારુતિ કાર સામ સામે ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં તુફાનમાં બેઠેલ ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થતા 108 એમ્બ્યુલન્સ મારફતે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

[google_ad]

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ડીસા શહેરમાં છેલ્લા એક મહિનામાં એક બાદ એક અનેક નાના-મોટા અકસ્માત સર્જાય છે. જેમાં અત્યાર સુધી આવા અકસ્માતોમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે તો કેટલાક લોકો મોતને ભેટયા છે.

[google_ad]

ત્યારે વધુ એક અકસ્માત ડીસાના આખોલ ચાર રસ્તા કંસારી તરફ જતા રસ્તા પર બન્યો હતો ગુરુવારે આખોલ ચાર રસ્તા રોડ પર તુફાન ગાડી અને મારુતિ કાર સામસામે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો.

[google_ad]

જેમાં તુફાન ગાડી રોડ પર પલટી જતા તુફાન ગાડીમાં સવાર 3 લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી જ્યારે મારુતિ કારના કુરચા ઉડી ગયા હતા આ અકસ્માતની જાણ થતાં આજુબાજુના લોકો મોટી સંખ્યામાં ભેગા થઇ ગયા હતા અને અકસ્માતમાં ઘાયલ લોકોને બહાર નીકળ્યા હતા જે બાદ 108 એમ્બ્યુલન્સ વાનની મારફતે ત્રણે લોકોને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

From – Banaskantha Update


Share