ડીસા ઉત્તર પોલીસે ચોરીના 15 મોબાઈલ સાથે એક શખ્સને ઝડપ્યો

Share

બનાસકાંઠા જીલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ચોરીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પોલીસ દ્વારા પણ ચોરી જેવી ઘટનાને અંકુશમાં લાવવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચોરીને અંજામ આપતા શખ્સોની અટકાયત કરવામાં આવી રહી છે. ત્યારે બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેરમાં આવેલ ઉત્તર પોલીસ દ્વારા ગુરુવારે ગાયત્રી મંદિર નજીક આવેલ ડૉકટર હાઉસ પાસેથી અલગ-અલગ કંપનીના 15 એન્ડ્રોઇડ મોબાઈલ સાથે એક શખ્સની અટકાયત કરી છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ડીસા ઉત્તર પોલીસનો સ્ટાફ ગુરુવારે ગાયત્રી મંદિર પાસે આવેલ ડૉકટર હાઉસમાં વોચમાં હતી. તે દરમિયાન એક શખ્સ એક થેલીમાં કંઈક લઈ આવતો હતો. તે દરમિયાન પોલીસને દેખી નજર ચૂકવીને જતા પોલીસને તેના પર શંક જતા તેને પકડી તેનું નામ પૂછતાં તેનું નામ પુરસિંહ સરદારસિંહ સોલંકી (રાજપૂત) (રહે.બાગાવાસ, પોસ્ટ.જેતું, તા.જીલ્લો-જાલોર) રાજસ્થાનનો હોવાનું સામે આવ્યું હતું.

[google_ad]

 

તેમજ તેની પાસે રહેલી કાળી થેલીમાં જોતા અલગ-અલગ કંપનીના 15 એન્ડ્રોઇડ મોબાઈલ મળી આવેલ ત્યારે પોલીસ દ્વારા મોબાઈલના બિલોની માંગણી કરતા બિલ ન હોઈ તેની વધુ પૂછપરછ કરતા તેને આ અલગ-અલગ કંપનીના 15 એન્ડ્રોઇડ મોબાઈલ ફોન પાલનપુર ડૉકટર હાઉસ, પાલનપુર સિવિલ, અમદાવાદ હાઇવે ,અમદાવાદમાં હોટલો, અમદાવાદ હોસ્પિટલો,

[google_ad]

Advt

ડીસા ગાયત્રી મંદિર, ડીસા ડૉકટર હાઉસ, સાંચોર-રાજસ્થાન, રામદેવરા-રાજસ્થાન, મંડાર-રાજસ્થાન ઇન્ડિયન પેટ્રોલપંપ, પ્રાઇવેટ ટ્રાવેલ્સ બસમાંથી રાત્રી દરમિયાન ચોરી કરી હોવાનું જણાવ્યુ હતું. આ અલગ- અલગ કંપનીના 15 એન્ડ્રોઇડ મોબાઈલ ફોન કિંમત 96 હજારની મુદામાલને સી.આર.પી.સી. કલમ 102 મુજબ કબજે લઈ આરોપી પુરસિંહ સરદારસિંહ સોલંકી (રાજપૂત) (રહે.બાગાવાસ,પોસ્ટ.જેતું, તા. જીલ્લો-જાલોર) રાજસ્થાન વાળાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share