ડીસાની સરસ્વતી હાઇસ્કૂલમાં સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો

Share

ડીસાની સરસ્વતી હાઇસ્કૂલમાં ગુરૂવારે ડીસા તાલુકા વ્યાયામ મંડળ દ્વારા ડીસા કોલેજના પ્રોફેસર ડૉ. આર. ડી. ચૌધરીનું કોલેજ, યુનિવર્સિટી, રાજ્ય, નેશનલ, ઇન્ટરનેશનલ અને સ્પેશિયલ ઓલમ્પિક તેમજ રીસર્ચની સિદ્ધિઓથી પ્રભાવિત થઇને બૂકે, શાલ અને મોમેન્ટોથી સન્માન કરાયું હતું. આ મંડળ દ્વારા રાજ્યપાલ એવોર્ડ વિજેતા પિયુષભાઇ જોષી, ઇન્ચાર્જ આચાર્ય માંગીલાલ ભાઇ, જનકસિંહ ગોહીલ અને વિનોદભાઇ ચૌધરીનું પણ મોમેન્ટો અને શાલથી સન્માન કરાયું હતું.

[google_ad]

આ કાર્યક્રમનું સંચાલન વ્યાયામ મંડળના પ્રમુખ હરજીભાઇ પટેલ, મંત્રી વસંતભાઇ પરમાર, હરેશભાઇ પવાયા, ભોજનના દાતા માંગીલાલ ભાઇ અને વસ્તાભાઇ દ્વારા કરાયું હતું. આ સન્માન કાર્યક્રમમાં ડીસા તાલુકાના વ્યાયામના શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને તમામ સન્માનિત વ્યક્તિઓને અભિનંદન પાઠવ્યા હતા.

 

From – Banaskantha Update


Share