રાણપુરની એસ. એમ. જી. માધ્યમિક શાળામાં ગુરૂવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો

Share

ડીસામાં ભારત વિકાસ પરિષદ-મહાવિજય શાખા દ્વારા ડીસા તાલુકાના રાણપુર વચલાવાસની અપૂર્વ એજ્યુકેશન ટ્રસ્ટ-પાલનપુર સંચાલિત માતૃશ્રી એસ. એમ. જી. રાજગોર માધ્યમિક શાળામાં ગુરૂવંદન છાત્ર અભિનંદનનો કાર્યક્રમ યોજાયો હતો.

 

જેમાં શાળાના આચાર્ય જયેશભાઇ જોષી દ્વારા આવકાર આપી અને સ્વાગત કરાયું હતું. જ્યારે શાળાના ગુરૂજી પ્રવિણાબેન પટેલનું કંકુ તિલક કરી શાલ ઓઢાડીને પેન અને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરાયું હતું.

[google_ad]

જ્યારે શાળાના બે વિદ્યાર્થીઓને પેન અને પ્રમાણપત્ર આપી વિશેષ સન્માન કરાયું હતું. કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કરી વંદે માતરમ ગાન રમેશભાઇ અને ભરતભાઇ દ્વારા કરાયું હતું. શાખા પરિચય રમેશભાઇ શાહ અને ગુરૂવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ અંગે પ્રવચન શાખાના ઉપપ્રમુખ ભરતભાઇ દ્વારા કરાયું હતું. શપથગ્રહણ સંયોજક રાજેશભાઇ ઠક્કર દ્વારા કરાયું હતું. શાખા દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી સંસ્થાના પ્રમુખ અમૃતભાઇ પી. પઢિયારે આપી હતી.

[google_ad]

ડો. જગદીશભાઇ ઠક્કર દ્વારા સ્વાસ્થ્ય જાળવણી અને પર્યાવરણ વિશે વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ અમૃતભાઇ પી. પઢિયાર, શાખાના સભ્ય કરશનભાઇ, સહસંયોજક નિલેશભાઇ સોની, રામસાભાઇ જાંગીડ, શિક્ષકો, સ્ટાફગણ, વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આભાર વિધી કમલેશભાઇ ઠક્કરે કરી હતી. તમામ સભ્યોએ શાળા પરિસરમાં સમૂહમાં વૃક્ષારોપણ કર્યું હતું.

From –Banaskantha Update


Share