બનાસકાંઠામાં વરસાદ ખેંચાતાં પાકો મૂરઝાઇ જવાથી ખેડૂતો બેહાલ બન્યા : ભૂગર્ભ જળસ્તર ઉંડા ઉતરી જતાં ખેડૂતો ચિંતિત

Share

બનાસકાંઠા જીલ્લામાં વરસાદ ખેંચાઇ જવાથી ખેડૂતો પરેશાન થઇ ગયા છે. સારા વરસાદની આશાએ બનાસકાંઠા જીલ્લાના ખેડૂતોએ ચોમાસુ વાવેતર કર્યું હતું. પરંતુ આ વર્ષે અડધા ઉપર ચોમાસુ વીતી જવા છતાં હજુ સુધી વરસાદ જાઇએ તેવો થયો નથી અને બનાસકાંઠા જીલ્લાના ત્રણેય જળાશયો ખાલીખમ હોવાના લીધે ખેડૂતોએ કરેલું ચોમાસુ વાવેતર સૂકાવવા માંડ્યુ છે.

[google_ad]

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત તા.15જૂનથી થાય છે અને અત્યારે અડધો ઓગષ્ટ માસ વીતી ગયો છે. એટલે કહી શકાય કે, ત્રણ માસનું માનવામાં આવતાં ચોમાસાનો અડધાથી ઉપર સમય વીતી ગયો છે. જ્યારે બનાસકાંઠા જીલ્લામાં થયેલા વરસાદની વાત કરવામાં આવે તો અત્યારે વરસાદ માત્ર 37 ટકા જેટલો થયો છે.

[google_ad]

આ વર્ષે ચોમાસામાં વરસાદ ખેંચાઇ જવાના લીધે સહુથી વધુ ખરાબ હાલત ખેડૂતોની થઇ ગઇ છે. સારા વરસાદની આશાએ બનાસકાંઠા જીલ્લાના ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ ખરીદી ચોમાસુ વાવેતર કર્યું હતું. પરંતુ એક તરફ ભૂગર્ભ જળસ્તર ખૂબ જ ઉંડા ઉતરી ગયા છે તો બીજી તરફ વરસાદ ખેંચાઇ જતાં ખેડૂતો દ્વારા કરવામાં આવેલું ચોમાસુ વાવેતર અત્યારે સૂકાઇ રહ્યું છે.

[google_ad]

આ ઉપરાંત પાણીના અભાવે જે ખડૂતો ખેતીના બદલે પશુપાલનના વ્યવસાય સાથે જાડાયા હતા. તેમના માટે પણ વરસાદ ખેંચાઇ જવાથી હાલત બદથી બદતર થઇ ચૂકી છે. કારણ કે, વરસાદ ખેંચાઇ જવાના લીધે ખેડૂતો પોતાના ઢોર-ઢાંખર માટે ઘાસચારો પણ મેળવી શકતાં નથી. ત્યારે વરસાદ ખેંચાઇ જતાં ખેડૂતોની હાલત કફોડી બની ગઇ છે.

 

From –Banaskantha Update


Share