દાંતા તાલુકા મથકે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.પરંતુ આ કાર્યક્રમમાં તાલુકાના આદિવાસી આગેવાન એવા ધારાસભ્ય સહીત જીલ્લા પ્રમુખની બાદબાકી કરાતા આદિવાસી વર્ગમાં કચવાટની લાગણી જન્મી છે. રાજ્યના બાળ અધિકાર સરક્ષણ આયોગના ચેરમેન જાગૃતિબેન પંડ્યાના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ધોરણ 11 અને 12 ના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. એ સાથે સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ચેક વિતરણ, સ્વ રોજગારી માટે સાધન અને ફળાઉ રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
[google_ad]
પરંતુ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે દાંતાના ધારાસભ્ય અને આદિવાસી આગેવાન એવા કાંતિભાઈ ખરાડી સહીત દાંતા તાલુકાના જ રહેવાસી અને જીલ્લા પંચાયતના મહિલા પ્રમુખ એવા વાલકીબેન પારઘી સહીતના આદિવાસી આગેવાનો અને પદાધિકારીઓને કોઇ જ જાતનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું ન હતું. આ અંગે દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ જણાવ્યું હતું કે ‘ આખા આદિવાસી વિસ્તારનું અપમાન છે.
[google_ad]

સરકારની કામગીરી અને નિષ્ફળતા છુપાવવા માટે બાકાત રાખેલ છે. જીલ્લા પંચાયતના પ્રમુખ અને દાંતાના આદિવાસી મહિલા આગેવાન વલકીબેન પારઘીએ જણાવ્યું હતું કે ‘અમારા તાલુકામાં જ આદિવાસીનો કાર્યક્રમ થાય તેમાં અમને કોઇ નિમંત્રણ આપવામાં આવ્યું નથીઅને દાંતા તાલુકા કોંગ્રેસ પ્રમુખએ પણ ભારે ખેદ વ્યક્ત વ્યક્ત કર્યો હતો.
From –Banaskantha Update