સિપુ ડેમમાં સાત વર્ષ બાદ 27 ગામોને માત્ર 30 દિવસ ચાલે તેટલો જ પીવાના પાણીનો જથ્થો બચ્યો

Share

ડીસા તાલુકાના 27 ગામોને સિંચાઇનું પાણી તેમજ દાંતીવાડા, ધાનેરા તાલુકો અને ધાનેરા શહેરને પીવાનું પુરું પાડતા સિપુ ડેમમાં સાત વર્ષ બાદ માત્ર 30 દિવસ ચાલે તેટલો જ પીવાના પાણીનો જથ્થો બચ્યો છે. બીજી તરફ સિંચાઇનું પાણી ત્રણ વર્ષથી બંધ છે. જો ઉપરવાસમાં વરસાદ નહી થાય તો સતત ચોથા વર્ષે પણ સિપુમાંથી સિંચાઇનું પાણી નહી મળવાની સંભાવનાને લઇ જગતનો તાત ચિંતિત બન્યો છે.

[google_ad]

પાણીનું લેવલ ઘટતા હાલ 3 દિવસથી પાણી ખેંચવાનું બંધ છે. તરાપાની મોટરને પાણીના ડિપ લેવલમાં લઈ જવાના પ્રયત્ન હાથ ધરાયા છે. છેલ્લે 2017માં સિપુ ડેમ ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા સંપૂર્ણ ભરાયો હતો. ત્યારે 2017-18માં સિંચાઇનું પાણી આપવામાં આવ્યું હતું.

[google-ad]

Advt

ત્યારબાદ વરસાદ નહીવત થતાં સિપુ ડેમમાં પાણીની આવક ન નોંધાતા સતત 3 વર્ષથી સિંચાઇનું પાણી બંધ છે. જ્યારે ચાલુ વર્ષે ઓગષ્ટની શરૂઆતમાં પણ હજુ પાણીની આવક ન નોંધાતા જગતનો તાત ચિંતિત બન્યો છે. અધિકારીએ જણાવ્યું હતુ કે, 7 વર્ષ બાદ એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે, ડેમમાં માત્ર મહીનો ચાલે તેટલું પાણી બચ્યું છે.

 

From –Banaskantha Update


Share